૧ જુલાઈ , ૧૯૦૯ નો દિવસ. મદનલાલ ઢીંગરાએ કર્જન વાયલી નામના એક અંગ્રેજની છડેચોક હત્યા કરી નાખી . થોડા સમય બાદ ઇન્ડિયા હાઉસ ખાતે લાર્ડ કર્જન વાયલીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . હકડેઠઠ ભીડ જામી હતી. લોકો વાયલીનાં વખાણ અને હત્યા કરનારની ટીકા કરી રહ્યા હતા. ‘આગાખાન’ નામના એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું, ‘આ સભામાં સર્વસંમતિથી હત્યાની નિંદા કરવામાં આવે છે.’ આ વાત સાંભળીને સભામાં બેઠેલો પાતળા બાંધાનો, બેઠી દડીનો પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો થયો, ‘એક મિનિટ ! આ સભામાં હું પણ છું.’ આગાખાને કહ્યું , ‘ હા , તો શું થયું ?
‘આપે હમણાં જ કહ્યું કે , આ સભામાં સર્વસંમતિથી કર્જન વાયલીની હત્યાની નિંદા કરવામાં આવે છે , પણ હું હત્યાની જરાય ટીકા નથી કરતો. અલબત્ત મારા સિવાય ભલે બધા ટીકા કરે પરંતુ હું તો આ હત્યાને સર્વથા યોગ્ય ઠેરવું છું.’ સભામાં હાહાકાર મચી ગયો. લોકો સ્તબ્ધ થઇ ગયા. એક પચ્ચીસ વર્ષનો છોકરો નિર્ભયતાપૂર્વક બોલતો હતો, પણ કોઈની મજાલ નહોતી કે એની સામે અવાજ પણ કરી શકે. એનો બાંધો ભલે પાતળો હતો, પણ હૈયું મજબૂત હતું, એ બેઠી દડીનો ભલે હતો, પણ એની દેશભક્તિની ઊંચાઈ ખૂબ ઊંચી હતી. એ વખતે ટોળાં વચ્ચે ડણક મારનાર એ એકલો સિંહપુષ એટલે વિનાયક દામોદર સાવરકર અર્થાત વીર સાવરકર..
Leave a Reply