તણખો
લેખક : ડો. ધવલ સોલંકી
મિત્રો, શિક્ષણનાં એકધારાપણામાંથી બહાર આવવાની વાત આજે કરવી છે. વિષયવસ્તુને લઇને જ કરવામાં આવતું આપણું આજનું શિક્ષણ આમ જોવા જઈએ તો પુસ્તકમાં પડેલાં કે ખરાં અર્થમાં તો છાપેલાં મેટરને ટ્રાન્સફર કરવા સિવાયનો કોઇ જ વિશેષ પ્રયત્ન નથી. જે હકીકતમાં જોવા જઈએ તો વિધાર્થીઑને જ્ઞાનથી વેગળાં કરી રહ્યું છે.
અહીં આપણે વિષય-શિક્ષણની જ વાત કરીએ તો, જે-તે વિષયવસ્તુ જ વાંચી જવી, તેનાં જ પ્રશ્નો આવડી જવા, એ આજકાલ ‘જ્ઞાન હોવું’ના પર્યાય તરીકે ઉભરી રહ્યું છે. પરંતુ ખરાં અર્થમાં વિષયવસ્તુની કેટલી સંકલ્પનાઓ વિધાર્થીઓને સ્પષ્ટ થઈ છે તેની ખાસ દરકાર લેવામાં આવતી જ નથી.
આજે આવા જ કેટલાંક વિષયવસ્તુને સંલગ્ન ઉદાહરણોની ચર્ચા આપની સાથે કરવી છે.
એક ખૂબ જ સાદા પરંતુ ખૂબ જ જાણીતાં ઉદાહરણથી શરૂઆત કરીએ તો આમ વાત કહી શકાય ‘ન્યૂટનની ગતિનાં ત્રીજા નિયમ’ની – ‘આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામા હોય છે.’ આ બાબત ક્યા ઉદાહરણથી સમ્જાવીએ છીએ? દડાને દિવાલ સાથે જોરથી અફળાવતાં દડો તે જ રીતે પાછો આવશે. અને પછી રોકેટનું ઉદાહરણ આપીએ છીએ. રોકેટમાં બળતણનું દહન થતાં વાયુનાં ધક્કાથી રોકેટ ઉપર તરફ જાય છે. ‘પરંતુ શું વાયુનાં ધક્કા માત્રથી રોકેટને આટલી બધી ગતિ મળે ખરી?’ બાળકના આવા વણપૂચાયેલાં પ્રશ્નને આપણે ક્યારેય ઉકેલ્યો છે ખરો?
હા, એને ખૂબ જ સાદી પ્રવ્રુત્તિ વડે દર્શાવી શકાય કે હવા ભરેલાં ફુગ્ગાને વર્ગખંડમાં છોડી દેતાં, ફુગ્ગાની થતી અસ્તવ્યસ્ત ગતિ એ હવાના ધક્કાને લીધે જ છે – આ થયો ‘ન્યૂટનનો ગતિનો ત્રીજા નિયમ’.
અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વિષયની સરળતા કે કઠિનતા મોટેભાગે વિધાર્થીની સમજશક્તિને આધારે નહીં પરંતુ તેની સામે થયેલી રજૂઆત કેટલી વાસ્તવિક છે તેને આધારે જોવા મળતી હોય છે. વિજ્ઞાનમાં તો આવા કંઇ કેટલાયે ઉદાહરણો છે જે વિધાર્થીને સ્પર્શે તેવી વાસ્તવિક બાબતો સાથે નિરૂપણ કરવામાં આવે તો તે ભણાવવાની અને ભણવાની મજા કંઇક જુદી જ હોય.
ધારો કે તમે વાહકપેશીઓ ભણાંવો છો. વિધાર્થીઓને કહો છો કે ખોરાકનાં વહન માટે અન્નવાહિની તથા પણી અનેખનીજતત્વોનાં વહન માટે જલવાહિની. હવે પ્રાથમિક કક્ષાએ અથવા ધો. 8 કે 9 સુધી સૂક્ષ્મદર્શક યંત્ર વડે તો અભ્યાસ થયો જ નથી, અને ત્યાં સુધી તો મનમાં એક નલિકાનો જ ખ્યાલ આવે છે, જે ખરેખર વનસ્પતિનું પ્રકાંડ કાપીને જુએ તો ક્યાંય દેખાતી નથી.
આ જ વખતે જો એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવે કે જલવાહિની એટલે એવા ચોક્ક્સ પ્રકારના કોષોની હારમાળા જે જમીન(મૂળ)થી લઈ પર્ણ સુધી ગોઠવાયેલાં હોય છે. જે રીતે એક વ્યકિત બીજાને અને બીજી વ્યકિત ત્રીજાને વસ્તુ આપીને પહોંચાડે તે જ રીતે એક કોષથી બીજા અને એમ આગળ વહન થાય.
જો આ બાબત ધો. 8 કે 9 માં ભણાવાતી હોય તો આસૃતિનાં ખ્યાલનો પણ અછડતો ઉલ્લેખ કરી શકાય કે એક કોષમાં દ્રવ્યનું પ્રમાણ વધે એટલે તે જ્યાં તેનું ઓછું પ્રમાણ છે તેવા બાજુનાં કોષમાં જાય છે. આમ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય. વિજ્ઞાનમાં આ બાબતને આસૃતિ કહે છે જે તમે આગળનાં ધોરણમાં વિગતે ભણશો.
ઉપરનાં ઉદાહરણો પરથી તમે સમજી ચૂક્યા હશો કે વિષયવસ્તુને જો પૂરતી સમજણપૂર્વક મૂકવામાં આવી તો તે આવકાર્ય અને રસપ્રદ બને છે તથા વિષય પ્રત્યે વિધાર્થીનો અભિગમ બદલવામાં મદદરૂપ બને છે. આ લેખની શરૂઆતમાં જ્ઞાનથી વેગળા થવાની જે વાત કરેલી તેનું નિરાકરણ લાવી શકીએ ખરાં!
શા માટે તરંગ એટલે શૃંગ અને ગર્ત જ ખાલી સમજાવી દેવાય છે? પુસ્તક્માં હોય છે કે ‘તરંગ એટલે કણોનું મધ્યમાન સ્થાનથી દોલન. કણ પસાર થતાં નથી. તરંગ એ કોઈ વસ્તુ એ પદાર્થ નથી પણ એક ઘટના છે.’ આ બધું કઇ રીતે સમજાવશો? તો ચપોચપ બેસાડેલાં બાળકોમાંથી પ્રથમ બેઠેલાં બાળકને થોડો જોરથી ધક્કો આપતાં તે પોતાનાં સ્થાનથી થોડૉ આગળ ઝૂકશે અને બીજાને ધક્કો લાગશે, પહેલો બાળક ધક્કો આપીને પોતાનાં મૂળ સ્થાને પાછો આવશે અને બીજો બાળક આ ધક્કો ત્રીજાને આપશે. હવે કહીએ કે, અહીં બાળક એ કણ છે અને ધક્કો એ? એ શું? તમે જ કહો તો?
બસ આ જ રીતે દરેક વિષયમાં આ બાબત લગુ પાડી શકાય છે, જરૂર છે ફક્ત આપણે વિષય સાથે તાદાત્મ્ય કેળવવાની કે સાયુજ્ય જોડવાની. દરેક શિક્ષક પાસે પોતાનો વિષય-વિષયાંગ એવો સરસ તૈયાર હોય કે વિધાર્થી તત્પર હોય, શિક્ષકને સાંભળવા માટે.
ભાષાશિક્ષણમાં પણ પાઠ કે કાવ્યની શરૂઆતમાં લેખક/કવિનાં જીવન વિશે, તેનાં વતન વિશે, તેનાં સાહિત્ય પ્રદાન વિશે કંઇક કહીએ તો એની મજા જુદી જ હોય. વર્ષાઋતુનાં કાવ્ય પહેલાં માહોલની ચર્ચા કરી, વિધાર્થીઓને કહીએ કે ધારો કે તમે જ ખેતરમાં ઉભા છો, વાદળ ઘેરાઇને અંધારુ થયું છે અને એ વખતે ‘અંબર ગાજે, ને મેઘાડંબર ગાજે’ એ ભણાવીએ તો વિધાર્થીઓનાં કાનમાં પણ ગડગડાટ જરૂરથી થશે.
આપણે ખાસ એટલું યાદ રાખીએ કે આપણે ફક્ત પુસ્તક્માં જ લખેલી બાબતો વાંચવા કે બોર્ડ પર લખવા માટે વર્ગખંડમાં નથી જતાં. વર્ગખંડતો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિષય કોઈપણ હોય પણ એને વિધાર્થીઑ સમક્ષ મૂકવા માટેશિક્ષક ત્યાં રંગમંચ સર્જી શકે. જ્યાં વિધાર્થીઑ ક્ષેત્રફળ ભણતી વખતે પોતે જ એન્જીનીયર છે અને ઓરડાની લંબાઇ, પહોળાઈ માપી રહ્યા છે તેવી કલ્પના કરે કે પછી જલિયાવાલા બાગ ભણતી વખતે પોતાની જાતને પણ એ જ બાગનાં કોઈ ખૂણામાં ઉભેલો સમજી ડાયરની ગોળીઓથી ફફડે.
આજના પરિપ્રેક્ષ્યમાં મને ચાણક્યનું વિધાન ખરાં અર્થમાં પ્રસ્તુત જણાય છે, કે શિક્ષક ખરેખર સાધારણ નથી હોતો, તો કહેવાનું તાત્પર્ય એ નથી જ કે આપણે પ્રલય સર્જી રહ્યા છીએ, પરંતુ હા, એકવાત તરફ ધ્યાન તો ચોક્કસ દોરવાનું છે કે શિક્ષકો સાધારણ નથી જ અને તેઓ જ કર્તવ્યનિષ્ઠ, મૂલ્યવાન સમાજ તેમજ રાષ્ટ્ર્નું નિર્માણ કરી શકે છે.
ઘણીબધી શાળાઓની મુલાકાત લેવાનું થાય ત્યારે ખૂબ સામાન્ય રીતે સાંભળવા મળતું કે ચર્ચાતું વાક્ય એ છે કે, ‘We help child to know its potential.’ અથવા ‘Exploring the potential of a child.’. આ દરેક વખતે મને એક પ્રશ્ન મનમાં થાય છે કે, શુ આપણે શિક્ષકો આપણાં ‘Potential’ ને જાણીએ છીએ? શું આપણે એને ખરાં અર્થમાં ‘explore’ કરીએ છીએ?
તો આવો આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે ખરાં અર્થમાં આપણાં ને ઓળખી, તેને કરીશું તો જ વિધાર્થીઓનું બંધ થશે.
ચોક, પાટી, પેન, પુસ્તક, બસ થઇ ગયું?
ભણવાનું તો ક્યાંય પાચાળ રહી ગયું.
પણ, હેલન-કેલરની શિક્ષિકાએ એ કરી બતાવ્યું હો,
પુસ્તકોની થપ્પીઓ નો’તી પડી,
શિક્ષકોની ફોજ પણ નો’તી ખડી.
વાત સુલિવનમાં કશીક એવી હતી,
રાહ હેલનની ઉજાગર થઇ ગઇ.
Comments (15)
Rightly said Dhavabhai
ખરેખર, ધવલભાઇ બિલકુલ સાચી વાત કરી વિષયવસ્તુ નહીં પણ વિદ્યાર્થીને વ્યવહારમાં જ્ઞાનનો ઉપયોગ તે સ્વપ્રયત્ને કરી શકે તેમ ફક્ત ટેકો આપવાનો છે બીજું એ સ્વવિકાસ કરી શકે.
વાહ! ખુબ સરસ ધવલભાઈ આપે વાસ્તવિકતા આપના લેખમાં દર્શાવી છે. ઉત્તમ
ખૂબ સરસ, મજાની વાત કરી.
આભાર, જાગૃતિબેન. આપ પણ ખૂબ સરસ લખો છો.
Adbhut … kharekhar sudhar ni jarur che.. aapdo kavita et aapda juna geet ni jem gaye ne bhanava maa ave to koi vidharthi nahi bhule..
ખરેખર શિક્ષક સાધારણ નથી હોતો ધવલ ભાઇ ખૂબ સરસ અભિનંદન
ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર
ખુબ સુંદર લેખ
સાચે જ સાચા અર્થમાં શિક્ષક થવું ઘટે.. 👌🏽👍🌹
ખૂબ સરસ, અદ્ભુત, શિક્ષકે પણ પોતાને ક્ષમતાને જાણવી જોઈએ.
ખૂબ સાચી, સમજવા જેવી અને અમલમાં મૂકવા જેવી વાત છે. બધા શિક્ષકો પોતાનામાં રહેલા potential ને explore કરે તો કેળવણી સાર્થક બની રહે.
geinoutime.com
그는 몸을 돌려 Zhu Houzhao를 바라보다가 갑자기 Zhu Houzhao의 어깨를 부드럽게 두드렸다.
k8 カジノ レート
素晴らしい記事で、読むのが楽しみでした。また訪れます。
에그벳300
“그…그가 말했잖아, 너무… 너무…”
에그벳 계열
Hongzhi 황제는 약간 우울하며 “나는 그런 아들이 없습니다. “라고 한숨을 쉬었습니다.
Link pyramid, tier 1, tier 2, tier 3
Tier 1 – 500 links with placement within compositions on content platforms
Level 2 – 3000 web address Rerouted hyperlinks
Lower – 20000 references mix, remarks, posts
Employing a link hierarchy is beneficial for online directories.
Need:
One hyperlink to the domain.
Key Phrases.
Correct when 1 keyword from the resource topic.
Remark the extra feature!
Essential! Tier 1 references do not coincide with 2nd and Tier 3-rank references
A link pyramid is a mechanism for enhancing the circulation and referral sources of a digital property or social media platform