તિરંગા હાઉસ
કૃષ્ણા આજે બહુખુશ હતો. તે પોતાના ઘરના આંગણે દાદાજી ની પ્રતિક્ષા કરી રહ્યો હતો.બજાર જતી વખતે તેને વડો કરી ને ગયા હતા કે,તેના માટે તેઓ તિરંગા નો પતંગ અને દોરી લઈને આવશે.દાદાજી ફૌજી છે ન ! ક્યારેય તેઓ જૂઠું નથી બોલતા એટ્લે તેના માટે તિરંગા નો પતંગ ને દોરી લઈને જ આવશે.
છેલ્લા બે વર્ષ થી દર વખતે તે પોતાના દાદાજી પાસે તિરંગા ની પતંગ અને દોરી લાવવાનો આગ્રહ કરતો રહ્યો પરંતુ તે કઈ બીજી વસ્તુઓ અપાવીને પતંગ ચગાવવાની મનાઈ કરી દે છે,બે વર્ષ પહેલા પણ તેને દાદાજી ની કમર ઠપઠપવતા કહ્યું હતું કે,”દાદાજી આપ જ્યારે પણ મારા માટે પતંગ લાવો ત્યારે તિરંગાની જ લાવજો,
તિરંગા ની જ કેમ ?કેમ કે દાદાજી તિરંગા ની પતંગ બીજી પતંગો કરતાં ખૂબ ઊચે ઊડે છે.અને કયારેય કોઈનાથી કપટી નથી. અચાનક કૃષ્ણા ને ખ્યાલ આવ્યો કે,તે તિરંગા ને જ કેમ પસંદ કરે છે.ધીરે ધીરે તેને યાદ આવે છે કે એ જ તિરંગા વચ્ચે શહિદ થઈ ગયા હતા, સૈનિકો એ માતમ ની ધૂન વગાડી હતી. અને પપ્પા ને લાકડાની ઉપર સૂવાડી આગ લગાડી હતી.સાંજે તેને ગુમ સૂમ જોઈને દાદાજી એ તેને સમજાવ્યો,કૃષ્ણા તારા પપ્પા તિરંગા માં લપેટાઇ ને આકાશ માર્ગે સ્વર્ગ માં ચાલ્યા ગયા છે.
થોડો સમય પછી તે પરત આવશે. થોડા દિવસ પછી કેમ દાદાજી ? શું એ મરાઠી રિસાઈ ને ચાલ્યા ગયા છે ?
ના ના કૃષ્ણા ,તારા પપ્પા તો બહુ સારા હતા,ક્યારેય કોઈનાથી નારાજ ન હતા. ભારત માતા ના કામ થી તે ગયા છે. કામ પૂરું થતાં જ પરત આવશે. રાત બહુ થઈ ગઈ છે. આંખ બંધ કરી ને મનમાં ગાયત્રી મંત્ર ના જપ કરી લે,ઊંઘ આવી જશે. દાદાજી એ કૃષ્ણા ને તો સમજાવી ને સૂવાડી દીધો પરંતુ પોતાની આંખોમાંથી ઊંઘ આખી રાત ઊડી ગઈ .
કદાચ ત્યારથી તિરંગો એને બહુ ગમવા લાગ્યો છે. રિપબ્લિક દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ બનાવવાની હરીફાઈ યોજાઇ તો તેનો બનાવેલ ઝંડો જ પ્રથમ ક્રમે આવ્યો હતો. રાત્રે પથારીમાં આળોટતી વખતે તે કેટલીય વાર તે વિચારતો હતોકે નાનું પતંગિયુ બનીને કોઈ તિરંગાની પતંગ ને ચોંટી ને ઊડી જાઉં. અને જ્યારે પતંગ ઉપર આકાશમાં વાદળો માં ઉડવા લાગે તો મારા પપ્પા ને શોધીને માનવી લઉં.હું એમને સમજાવીશ કે માં તમારા વિના રડતી રહે છે.તો તેઓ જરૂર પાછા આવશે.
ગલીમાંથી આવતા દાદાજીના હાથમાં પતંગ અને દોરી જોઈને તેનો ઉત્સાહ સમાઈ ગયો.દાદાજી મે આપણે કહ્યું હતું કે,આપ તિરંગાની જ પતંગ દોરી લાવજો.
ના મળી કૃષ્ણા તારી તિરંગાની પતંગ ! આખું બજાર શોધી વળ્યો . આને તું ચગાવી લે.કાલે તારા માટે તિરંગા વાળી પતંગ પણ લઈ આવીશ દાદાજી એ પતંગ દોરી તેને આપી દીધી.બે વર્ષ પછી એ વાત તો કૃષ્ણા ને સમજમાં આવી ગઈ હતી કે પિતાજી સરહદ પર દેશના દુશ્મનો સાથે યુદ્ધ કરતાં કરતાં શહીદ થઈ ગયા છે. તે એ પણ જાની ગયો હતો કે,શહીદ થયાપછી કોઈ સૈનિક પરત આવતો નથી.
પિતાજી પણ નહીં ,છતાં પણ તિરંગા પ્રત્યે તેનો મોહ જરાય ઓછો થયો ન હતો.પરંતુ વધી ગયો હતો. જ્યારે હિન્દી ના અધ્યાપકે વર્ગ માં રાષ્ટ્રીય ધ્વજ નો પાઠ ભણાવતી વખતે ભણાવ્યું હતું કે ,રાષ્ટ્રીય ધ્વજ આપની આન બાન અને શાન નું પ્રતિક છે. તેનો કેસરીયો રંગ ભારતીય શૂરવીરતા, અને ત્યાગ નો,સફેદ રંગ સ્વછ્તા અને શાંતિ નો તથા લીલો રંગ હરિયાળી અને ખુશાલીનું પ્રતિક છે.તેની વચ્ચે મહારાજ અશોક ના સ્તંભ થી લેવામાં આવેલ અશોક ચક્ર છે,જેમાં ચોવીસ રેખાઓ ચોવીસ કલાક પરિશ્રમ અને પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે.આપણે સૌએ આપના તિરંગા ને સદાયે મન અને સન્માન આપવું જોઈએ .આ પાઠ સમજ્યા પછી તો તિરંગા પ્રત્યે તેનો લગાવ ખૂબ વધી ગયો હતો.તિરંગા થી બનેલી કોઈપણ વસ્તુ જોઈને તેના મનમાં વિચારોની લહેર ઉઠવા માંડતી અને તે તેને મેળવવા માટે અધિરો બની જતો .
મને કામને દોરી પતંગ લઈને તે ધાબા પર ચઢી ગયો,કિનના બાંધીને તે પતંગ ચગાવવા લાગ્યો. અનુભવ ન હોવા ને કારણે કઠોર મહેનત કર્યા પછી પણ તે પતંગ ચગાવવા માં સફળ ન થયો.ત્યારે તેને પાછળ થી તિરંગાની એક પતંગ કપાઈ ને આવતી દેખાઈ .પોતાની પતંગ ને છોડી ને તે તિરંગાને પકડવા માટે ધાબા પર આમતેમ દોડવા લાગ્યો.કેટલાય વર્ષો પછી તેના મનની મુરાદ પૂરી થઈ.ઊડી રહેલ તિરંગાની દોરી પકડીને તે ધાબા પર નાચવા લાગ્યો. બૂમ પાડીને પોતાના દાદાજી ને પણ જણાવી દીધું ,ધીમે ધીમે સરળતા થી પોતાની ફીરકી પર દોરી લપેટતા લપેટતા તેણે પતંગ ને પોતાના ધાબા પર ઉતારી લીધી,
ગજવમથી રૂમાલ કાઢીને ધાબા પર સકફઈ કરીને પછી કહ્યું તિરંગાને લેટાવી ને ત્રણેય રંગો ને પંપાળતા પંપાળતા એક અદભુત સુખનો અનુભવ થયો. એક ક્ષણ માટે તેને એમ લાગ્યું કે,પપ્પા તેને આશીર્વાદ આપવા આવી ગયા છે.
તિરંગાની પતંગ ચગાવવાનું તેનું મન ન થયું,કોઈએ તે પતંગ કાપી નાખી તો વર્ષો પછી પ્રાપ્ત થયેલ મૂલ્યવાન ખજાનો તે ખોવા માંગતો ન હતો, આચનક તેને કઈક યાદ આવ્યું અને ચોટાડવાની ગુંદર પટ્ટી લઈ ને પોતાના મકાનની ગેલેરી માં દીવાલ પર પતંગ ને મજબૂત રીતે ચોટડી દીધો .
ગેલેરીમાં ચારે બાજુ ફરીને તેણે તિરંગાને જોયો.હસી ખુશી સાથે દાદા ,દાદી ,મમ્મી,અને મિત્રો ને પોતાના તિરંગાને બતાવવા માટે તે ધાબેથી નીચે આવ્યો .
વહુએ બેઠકમાં આવીને રોજની જેમ પોતાની સાસુ સસરા ને એટ્લે કે સૂબેદાર સૂબેદારની ને પગે લાગી. મમ્મી જમવામાં શુ બનાવું ?બેટા આજે તો બધા ઘરમાં જ છે,એટ્લે દાળ ભાત બનાવી લે. સાથે બધાને ઘી અને બૂરું ખાંડ આપી દેજે.શું ?સૂબેદારની ‘આજે પણ દાળ ભાત ,આટલો મોટો આઝાદી નો ત્યોહાર છે ને ,આજે તો હળવા પૂરી .
આજે કયો તહેવાર છે ,ભગતના બાપુ ?
અરે ,પાગલ ,આટલા વરસ થવા છતાં એટલી પણ ખબર નથી કે,આજે દેશવાસીઓનો સૌથી મોટો તહેવાર છે.
સાથે પંદરમી ઓગસ્ટ છે. આજના દિવસે દેશ આઝાદ થયો હતો.
હોળી ,દિવાળી,ઈદના તહેવાર તો સાંભળ્યા પણ આજનો તહેવાર કોઈ ઘરમાં નથી મનાવતા. ભગતની માં આતો દુખ છે,સ્વતંત્રતા દિવસ અને સ્વાતંત્રય દિવસ બંને તહેવાર તમામ દેશવાસીઓના તહેવાર છે,પરંતુ લોકો તેણે માત્ર સરકારી તહેવાર માને છે.આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આ બંને મહાન દિવસ આપણાં પરિવાર, સમાજ અને સંસ્કારો નો ભાગ નથી બની શક્યો.
દેશ ,આઝાદી ,પ્રમાણિક્તા તમે સૌ લોકો જ તેની ચર્ચા કરો છો.હું તો કહું છું તમે જ મારા એકના એક દીકરાનું નામ જીદ કરીને ભગતસિંહ રખાવ્યું હતું,પછી લશ્કરમાં મોકલવાની જીદ કરી,શું મળ્યું ? વહૂની સામે જાઉં છું તો મારૂ કાળજું કપાઈ જાય છે,ખબર નથી ,બિચારી આટલો મોટો રંડાપો કેવી રીતે કાઢશે. સૂબેદારીની ની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યા.
પાગલ છે કે,આઝાદીના દિવસે આ કેવી વાત લઈને બેઠી છે ?ખબર છે ભગત જેવો પુત્ર પ્રાપ્ત કરી મને બહુ ગૌરવ છે.પાંચ દુશ્મન સૈનિકોને મારીને મર્યો છે,જો આ તારો કૃષ્ણા હવે મોટો થઈ જશે. ભગતસિંહ ના શહીદ થવાનું દુખ તું ભૂલી જવાની.
કૃષ્ણા તેના મિત્રો સાથે રમીને ઘેર પરત આવ્યો.દાદાજી ઉપર જુઓ ,મારો તિરંગા વાળો પતંગ .દાદા દાદી અને મમ્મી ગેલેરી પર છોટેલી પતંગ જુએ છે.દાદાજી એ આશ્ચર્ય થી પૂછ્યું ,આ તિરંગા નો પતંગ તો હું લાવ્યો જ નહોતો,તો પછી ક્યાથી લાવ્યો ?
દાદાજી આ પતંગ કપાઈ ને જય રહ્યો હતો,મે તેણે પકડીને દીવાલ પર ચોંટાડી દીધો. હવે આપનું ઘર “તિરંગા હાઉસ “ બની ગયું. બતાવો કેવું છે અમારું તિરંગા ઘર ? સારું છે બેટા,દાદાજી એ તેની પીઠ થાબડી ને કહ્યું.દાદીજી કેવું લાગ્યું અમારું ઘર ?
શું કહું બેટા ? તારા પપ્પા ભગતે પણ તિરંગાની જીદ લગાવી હતી,તું પણ તેના પગલે ચાલવા માંડ્યો. દાદીનો અવાજ દુખ થી દબાઈ ગયો. ભગત જ્યારે તારી ઉમરનો હતો ત્યારે દાદાજી ને આઝાદી ના દિવસે કોઈએ ઝંડો ભેટ આપ્યો હતો.ઘર આવતાની સાથે જ આ ઝંડા ને ભગતે લઈ લીધો, આખો દિવસ ઝંડો હાથમાં લઈને “ વિશ્વ વિજયી તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા ,ઝંડા ઊંચે રહે હમારા,,,,,,ગીત ગાતો ગાતો ગળી ગલીએ ઘૂમયો હતો.
સૂબેદારીની તને એ દિવસ યાદ છે ?૧૫ ઓગસ્ટ ના દિવસે આપનો ભગતસિંહ જ્યારે બાળકોને પરેડ કરવી રહ્યો હતો ત્યારે શિક્ષણ મંત્રી આવ્યા હતા,એ કાર્યક્રમમાં .
હું ….અને શિક્ષણ મંત્રી ઝંડો જ્યારે ફરકાવવા લાગ્યા તો સ્તંભ પર થી ગાંઠ છૂટી જતાં ઝંડો નીચે પડવા જઈ રહ્યો હતો.ત્યારે આપણાં ભગતસિંઘે સ્ટેજ પરથી કૂદીને ઝંડાને ઉપર થી જ ઝડપી લીધો હતો. જમીન પર પડવા દીધો ન હતો. બાળકો મોડે સુધી તાળીઓ વગાડતા રહ્યા હતા. શિક્ષણ મંત્રી ને મળેલ સ્મૃતિ ચિન્હ તેઓએ ભગત સિંહ ને ભેટ આપી દીધું હતું. ખૂબ યાદ છે એ દિવસ ,એ નિશાની તો આજે પણ મારા પુજા ઘરમાં રાખી છે.
વહુ તેણે રોજ સાફ કરીને ચમકાવી દે છે. દુખમાં ડૂબેલા દાદીના અવાજમાં ઉત્સાહ આવી ગયો. માં આપ બતાવો કેવો લાગ્યો મારો તિરંગો , બહુ જ સુંદર ,…. કૃષ્ણા ને આશીર્વાદ આપતા માં એ તેના માથા ને ચૂમી લીધું, તેનો ચહેરો ગર્વ થી ચમકી ઉઠ્યો. માજી હું હમણાં જઈને બધા માટે ખીર પૂરી ને હલવો બનાવી દઉં છું.બધા મળીને આઝાદી નો તહેવાર મનાવીશું॰
ઠીક છે બેટી,જેમાં બધા જ ખુશ થાય તેમ કર, તમારા બધાની ખુશીમાં મારી ખુશી છે,કહેતા સૂબેદારીની ની ઉદાસી જતી રહી.
મૂળ લેખક :અશોક મંગલોઇ હરિયાણા
તિરંગા હાઉસ
ડૉ ગુલાબચંદ પટેલ (અનુવાદક )
Comments (3)
world pharmacy india http://indiaph24.store/# п»їlegitimate online pharmacies india
reputable indian pharmacies
온라인 슬롯 게임 추천
이 시험이 끝난 후 그는 냄새 나는 마그마 수프를 한 번에 마셨고 즉시 온통 무력감을 느꼈습니다.
Please share this post plus last week s with others it s information everyone needs to know buy priligy 60