આમજ અનાયાસે બે દિવસ પહેલાં જ શિક્ષકધર્મ વિશે મનમાં શબ્દોના પતંગિયાં કઈક કહેવા જાણે ઉડાઉડ કરી રહ્યા હતાં.મને થયું આ પતંગિયાં ના રંગોને શબ્દો બનાવી કાગળ પર ચીતરીને એની સુંદર અભિકૃતિ રચી લઉં. આમ તો શિક્ષક તરીકે પંદર વર્ષથી કાર્યરત પણ સરકારી નોકરી કોને પસંદ ના હોય, મનેય છે.સ્પષ્ટ કરી લઉં કે મેં પાંચ આંકડાના પગાર માટેજ આ વ્યવસાય નથી સ્વીકાર્યો .શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવું એ મારી અંતરોક્તિ રહી છે .નાનપણથી મારાં પ્રેમાળ શિક્ષકોને જોઈને મેં નક્કી કરી નાખ્યું હતું કે હું શિક્ષક જ બનીશ અને આજે છું.ખાસ તો આજનો દિવસ મને આ લખવાં એટલે પ્રેરે છે કે શિક્ષણ સહાયક ના આજે પાંચ વર્ષ પૂર્ણ થયે નિયમ મુજબ કાયમી શિક્ષક મા સમાયા .એવું નહિ કે પહેલાં શિક્ષક નહતા. શિક્ષક તરીકે હું કાયમથીજ બાળપંખીડાઓ માટે વરેલી.કહેવાય ને કે ગુજરાન ચલાવવા એક આર્થિકસલામતી ની અનુભૂતિ જરૂરી છે માટે આજનાં દિને જ્યારે મને કાયમી શિક્ષક તરીકે નો હુકમ મળ્યો તેનો ખૂબ આનંદ છે .
મિત્રો વાત કરવી છે મારાં શિક્ષકધર્મના સંકલ્પની. વિદ્યાર્થી અવસ્થા ની બારીએથી ડોકિયુ કરી શિક્ષકના પાત્રમાં હંમેશા એક હિતકારી ,શુભચિંતક ,સમાજને ઉપયોગી, આદરણીય, આદર્શ, માતા પિતા તુલ્ય પ્રતિબિંબ જ પામ્યા છે. પરંતુ શિક્ષક એ સમાજમાં માસ્ટર શબ્દોથી આજે ઘવાયો છે ત્યારે એને માસ્તર મા ના સ્તર સુધી લઈ જવાના અથાક પ્રયત્ન કરું છું.
આમ તો શિક્ષકના વ્યવસાયમાં નિષ્ઠાથી તરબતર છું જ. છતાં વિદ્યાર્થી કક્ષાએ પોતે અનુભવેલા અનુભવોની કાલ્પનિક છબીઓમાં પોતાના શિક્ષકધર્મ થકી પતંગિયાના રંગો ભરવાની તક સાંપડી છે ત્યારે કેમ કરીને એને રંગહીન રાખી શકાય? માટે જ પતંગિયાં બની ઉડાઉડ કરતા મારા બાળપંખીડાઓને વિષયાંતર બનીને પણ એમના શૂન્યાવકાશમાં વિહરવાની તક માટે આંખોમાં દૂરબીન અને વિચારોમાં પાંખો આપવી છે. અભ્યાસક્રમ અને પરીક્ષા વચ્ચે કેદ થયેલી મૌલિકતાને મુક્તપણે હલેસાં મારવા સમયની સરિતા આપવી છે. કદાચ એકાદ બાળપંખી આ ચુસ્ત અને જડ શિક્ષણજાળમાંથી સ્વયંને મુક્ત કરાવવામાં સફળ બને અને અનોખો સર્જનાત્મક માળો બાંધે . જેમાં પૂર્ણ મૌલિક વિકાસ કેન્દ્રસ્થાને હોય એવો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે. તોજ મારો શિક્ષકધર્મ સફળ બનશે. જે અધૂરપ, હૂંફની ઉણપ બાળપંખી અનુભવે છે એને મારા વર્ગરૂપી માળામાં જરૂર મળી રહે અને જીવન સાર્થક બનાવવાના પ્રયત્નમાં મારી સહાય મળી રહે એવા મારા અથાક પ્રયત્નો તેમને સમર્પિત કરી રહી છું. આ પંખીડાઓ માટે મારો હાથ, સાથ અને ખભો હંમેશ માટે તૈયાર રહેશે.
(મુક્તિ)
Posted by: પટેલ મુક્તિ
Comments: 6
Comments (6)
geinoutime.com
그러나 나는 Zhu Houzhao와 Fang Jifan이 헐떡이며 오는 것을 보았다.
Bottega Veneta 作為奢侈品牌的代表,以其簡約精致的設計風格和精湛的皮具工藝著稱。bv哪裏買最便宜?
Aape:潮流與青春碰撞 bape
愛 迪 達 鞋子
引領時尚潮流的Balenciaga:解鎖巴黎世家最熱門單品與購買攻略。 balenciaga哪裡買最便宜?
探索經典魅力:Adidas Samba 與 Samba OG 不朽傳奇 adidas samba哪裡買最便宜?