બાળકને જોઈ જે રીઝે,
          રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત,
         હ્રદય હ્રદયનાં વંદન તને

જીવન એવી રીતે જીવો કે
મૃત્યુ આવતીકાલે હોય,
એવી જીજ્ઞાસાથી શીખો કે
ક્યારેય મરવાના ના હોય.

ભણ્યા નહિ માત્ર,
           કિંતુ મુજને ભણાવ્યો તમે,
તમે ગુરુ શિષ્ય હું
                 શિર સદૈવ એથી નમે.

એક સારા ચારિત્ર્યનું નિર્માણ હજારો
ઠોકરો ખાધા પછી થાય છે.

હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમકે તેનામાં એવી શક્તિ છે કે તે જ્યાં જશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.

જેમણે જ્ઞાનને
આચરણમાં ઉતારી લીધું,
તેમણે ઈશ્વરનો
સાક્ષાત્કાર કરી લીધો.

જેમની પાસે ચારિત્ર્ય નથી તે ભારરૂપ બની
પૃથ્વી પર મનુષ્યરૂપમાં પશુઓ ફરે છે.

ઉચ્ચતમ શિક્ષણ ફક્ત જાણકારી નથી આપતું, તે જીવનને સમસ્ત અસ્તિત્વ સાથે સદ્ભાવમાં લાવે છે.

બાળકને સ્વાવલંબી બનાવવું, તે સ્વયં એમનાં કાર્યો કરે. એનાથી બાળકની અંત: શક્તિઓનો સ્વાભાવિક રૂપથી સ્વાભાવિક દિશામાં વિકાસ થશે. સ્વાનુંશાસન, સ્વશિક્ષણની દિશામાં ખુબજ મોટું વ્યવહારિક પગલું છે.

શિક્ષક તે નથી જે વિદ્યાર્થીઓના મનમાં
બળજબરીથી માહિતીને નાંખ્યાં કરે,
શિક્ષક તે છે જે આવનારી પરિસ્થિતિઓમાં
ટકી રહેવા માટે સર્વાંગીણ ીતે તૈયાર કરે છે.

અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે, ધીમું પ્રખર યુદ્ધ ચાલાવવું, કેળવણીકારનો સ્વધર્મ છે. સાચો કેળવણીકાર સમાજનો આશ્રિત નથી હોતો, પણ સમાજનો અગ્રેસર વિચારક હોય છે, આચારવીર હોય છે.