સુખ એટલે શું?
માત્ર બાહ્ય દેખાવ અને ભૌતિક સુખ સગવડો? ના, જે જગ્યાએ તમારી હાજરીથી આનંદ ફેલાઈ જાય,તમે કોઈ ના સ્મિત નું કારણ બનો,તમારો ચહેરો જોવાથી કોઈનો થાક ઉતરી જાય,પરિવારના સભ્યોને સંતોષ મળે ને સૌના મન સુધી પહોંચી શકાય એ જ સાચી સુખી વ્યક્તિ.જેની પાસે આવું સુખ હોય ને એને જીવનમાં ક્યારેય કોઈ ફરિયાદ નથી હોતી એ સૌથી ધનવાન વ્યક્તિ છે.
સુખ અને દુઃખ એ માત્ર મનની અવસ્થા છે.આધુનિક સમયમાં જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે.આપણે ધીમે ધીમે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છીએ અને આપણી ભારતીય સંસ્કૃતિ ને ભૂલી રહ્યા છીએ.સુખ નું સ્થાન ક્યાંક આપણી સગવડો એ લઇ લીધું છે. આપણે સૌ સુવિધા અને સગવડો ને જ સુખ માની બેઠા છીએ.
આધુનિક સમયમાં દરેક વ્યક્તિ દેખાદેખી ની જીંદગી જીવે છે.કોઈની સાથે જોયેલી વસ્તુને એનું સુખ માની લે છે અને પોતે પણ તે જ વસ્તુને મેળવવાની લાલસા કેળવે છે અને જ્યારે તે નથી મળતું ત્યારે પોતે જ સૌથી દુઃખી છે તેમ માની લે છે.પણ ખરેખર એ તો સુવિધા છે સુખ છે જ નહીં.
સૌ કોઈ આજે એકબીજાને બતાવી દેવા માટે જ જીવી રહ્યા છે. સૌ કોઈ ને પોતે જ પૃથ્વી પરના સૌથી સુખી વ્યક્તિ છે એમ બતાવવું છે.પણ એવા સુખી બનવાની હોડમાં આજે સમાજમાં સંબધો મૃતપ્રાય બનતા જાય છે.જે માણસ આલીશાન બંગલામાં રહેતો હોય મોટી ફેકટરી નો માલીક હોય તેને આપણે સુખી સમજી લઈએ છીએ પણ જ્યારે એ વ્યક્તિ ને આપણી નજીક થી ત્યારે ખબર કે એની પાસે બધી જ ભૌતિક સુખ સગવડો છે પણ ભીતર થી એ વ્યક્તિ ઘણી દુઃખી હોય છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે જે દંપત્તિ રોડ પર ઝૂંપડી બાંધીને રહેતું હોય તે સુખેથી રોટલો ને ડુંગળી જમતું હોય છે જ્યારે ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર લેનાર દંપત્તિ નાની સરખી વાત માં ઝઘડતું જોવા મળે છે.સુખ સંતોષ સાથે જોડાયેલ છે.જે સંતોષી હોય તેને પોતાના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી વર્તાતી અને તેથી એ વ્યક્તિ સાચા સુખનો અનુભવ કરે છે.
જે જગ્યાએ તમારા જવાથી એક આનંદ ની લહેરખી પ્રસરી જાય અને વાતાવરણ પણ ઉષ્માભર્યું બની જાય તેને સુખ કહેવાય.જ્યારે વ્યક્તિ દિવસભર કામ કરી ને સાંજે ઘરે આવે અને ઘરનું ખુશનુમા વાતાવરણ જોઈને તેનો દિવસભર નો થાક ઉતરી જાય તે સૌથી સુખી વ્યક્તિ.કારણ કે કદાચ તેની પાસે સંપતિ થોડી ઓછી હશે પણ તેના કુટુંબના સભ્યો નો એકબીજા સાથે નો અતૂટ પ્રેમ છે ઘરમાં આનંદ અને શાંતિ છે અને તેથી જ ત્યાં સુખ છે.
હરિતુ ( રિકિતા હાર્દિક બારોટ)
Comments (14)
સુંદર શરૂઆત બેન 👍🌹👌🏽
ખૂબ સરસ. સાચુ સુખ અને ધન તે સંતોષ અને સમજદારી.
વાહ..આપણી અંદર સુખ હોવા છતાં આપણે એને બહાર શોધ્યા કરીએ છીએ.
પેલું ગીત છે ને,
સુખનું સરનામું આપો, (2)
જીવનનાં કોઈ એક પાના પર, એનો નકશો છાપો.
સુખનું સરનામું આપો.
After all, what a great site and informative posts, I will upload inbound link – bookmark this web site? Regards, Reader.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
I really love to read such an excellent article. Helpful article. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Great post thank you. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Thank you for great article. Hello Administ .Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Good info. Lucky me I reach on your website by accident, I bookmarked it. Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Thank you for great information. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
I really love to read such an excellent article. Helpful article. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Thank you great posting about essential oil. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Nice article inspiring thanks. Hello Administ . Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut
Hi, Neat post. There’s an issue with your website in internet explorer, might check this?
IE still is the market chief and a good part of other folks
will miss your fantastic writing due to this problem.
Injectable intramuscular either long acting testosterone cypionate or testosterone esters, e [url=https://fastpriligy.top/]cialis with priligy[/url]