આનંદાલયની સ્થાપના શા માટે ?
આનંદાલય દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. જે ચારિત્ર્ય નિર્માણ દ્વારા જ સંભવ છે, એટલે આનંદાલય ચારિત્ર્ય નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકો દ્વારા શરૂ થઈ છે. શિક્ષણક્ષેત્રની આજે દેશમાં શું સ્થિતિ છે? શિક્ષણની વર્તમાન કટોકટી જ્ઞાનની નથી પણ ચારિત્ર્યની છે.
ચારિત્ર્ય નિર્માણ જ દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને તે જ આનંદાલયનું કામ છે. ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની સર્વોત્તમ જરૂર છે અને તે જ આપણો કલ્યાણકારી જીવન માર્ગ છે. ટૂંકમાં કહીએ તો આનંદાલય ચારિત્ર્ય નિર્માણનો પર્યાયવાચી શબ્દ છે.
મારી વાત…
પારાવાર પીડાનું સર્જન છે આનંદાલય.
આજે માણસ સુખાકારી જીવન પાછળ ઘેલો થયો છે. વિશ્વ દિન-પ્રતિદિન સુખ-સમૃદ્ધિ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માણસને અત્યાધુનિક યંત્રોની ભેટ આપી છતાં પણ સમસ્યાઓ દૂર થતી નથી. દુઃખની વાત એ છે કે દિન-પ્રતિદિન નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જાય છે. માણસ રાત-દિવસ મહેનત કરતો હોવા છતાં મુશ્કેલીઓને દૂર કરી પરમ શાંતિને પામીને આનંદ મેળવી શકતો નથી. ખરેખર જેની પાસે અપેક્ષા છે તે શિક્ષણ આજે વ્યક્તિને સાચું જીવન આપી શકતું નથી. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ માણસની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે. આજનું શિક્ષણ માહિતી ઉપલબ્ધ કરાવવા સિવાય બીજું કશું જ નથી. વધુમાં ફક્ત કૌશલ્ય વિકાસ તાલીમો સુધી મર્યાદિત છે.
જીજ્ઞાસા - સમાધાન
ચાલો વાત કરીએ
અમારો સંપર્ક કરો
ફોટો ગેલેરી
અભિયાન
ભારતના શિક્ષણના વહીવટતંત્ર માટે એક અલગ કેડર અસ્તિત્વમાં આવે. જેનો અધિકારી શિક્ષણના મૂળનો જાણકાર હોય, શિક્ષણતંત્રથી પૂરેપૂરો પરિચિત હોય, જે વિવિધ રાજ્ય અને અન્ય દેશોના શિક્ષણના સિદ્ધાંતોને જાણનારો હોય. તે કુશળ વહીવટકર્તા હોવાની સાથે જીવંત અને સંવેદનશીલ અમલદાર પણ હોય. આ રીતે શિક્ષણ માટે પોતાનો અધિકારી પોતાના ક્ષેત્રનો જાણકાર પ્રાપ્ત થાય, જે ભારતનાં શિક્ષણને સમજી શકે અને સુદ્રઢ સ્વરૂપ આપી શકે.
દેશના મહત્વપૂર્ણ વિષય શિક્ષણના વહીવટતંત્રના સુચારુ સંચાલન માટે માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલી સનદી સેવા (Civil Service)ને વ્યાખ્યાયિત કરી તેને અસ્તિત્વમાં લાવવામાં આવે. આમ આ સેવા માટે IES (ભારતીય શિક્ષણ સેવા) દાખલ કરવાની તાતી જરૂરિયાત જણાય છે.
*આનંદાલયની સ્પષ્ટ માગણીઓ :-*
(01) ‘IES’ને All India Civil Service માં સ્થાન આપવામાં આવે.
(02) IES’ની પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે, કોઈપણ સ્નાતક, 10 વર્ષનો શિક્ષણનો અનુભવ ધરાવતી કોઈ પણ વ્યક્તિ 45 વર્ષ સુધી પરીક્ષા માટે પાત્ર બને. જેનો અભ્યાસક્રમ માત્ર ને માત્ર શિક્ષણ સાથે જ સંકળાયેલો હોય. જેથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનું ચયન થાય.
(03) દેશના અને રાજ્યના શિક્ષણ વિભાગના તમામ એકમોમાં IES અધિકારીઓની જ નિમણૂંક આપવામાં આવે. IES અધિકારીઓની બદલી માત્ર ને માત્ર શિક્ષણ વિભાગમાં જ થાય. તે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા રહે તે ઈચ્છનીય છે કેમકે તેના અનુભવોનો લાભ અન્ય રાજ્યને કે અન્ય શિક્ષણ વિભાગને આપી શકે.
આજ નો સુવિચાર
બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હ્રદયનાં વંદન તને
જીવન એવી રીતે જીવો કે મૃત્યુ આવતીકાલે જ હોય, એવી જીજ્ઞાસાથી શીખો કે ક્યારેય મરવાના જ ના હોય.
ભણ્યા જ નહિ માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે, તમે જ ગુરુ શિષ્ય હું શિર સદૈવ એથી નમે.
હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમકે તેનામાં એવી શક્તિ છે કે
તે જ્યાં જશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.
એક સારા ચારિત્ર્યનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.