સદસ્યતા ફોર્મ

આનંદાલય – સદસ્યતા અભિયાન

આનંદાલયમાં જોડાવા ઈચ્છતા તમામ સાધકોને સાદર નમસ્કાર અને સ્નેહાર્દ વંદન.

પૂણ્યભૂમિ ભારતમાં જન્મ અને તેમાં પણ વ્યક્તિ ઘડતર કરવાનો અવસર એ આપણા સૌના માટે એક વરદાન છે. વ્યક્તિત્ત્વ વિકાસનું કાર્ય સૌના નસીબમાં નથી હોતું. આપણે સૌ જાગૃત નાગરિકો શિક્ષણક્ષેત્રના આરાધકો છીએ. શિક્ષણક્ષેત્રમાં કાર્ય એ આ જન્મનું આપણું કર્મ અને ધર્મ છે. કેળવણીનું કામ આપણને સૌને ગમતું કામ છે. આ જન્મમાં માત્ર આ શિક્ષણ કર્તવ્યનાં કર્મોના આધારે જ આપણે આ અવતાર સાર્થક કરવાનો છે.

આપણે સ્વયં સ્વીકારેલ પાવન શિક્ષણકાર્યનો હિસાબ નિયતિ જરૂર માગશે, એ આપણને આસ્તિકોને સારી રીતે ખબર છે.

આપણે જાણીએ જ છીએ કે આત્મા અનેક યોનિઓમાં ભ્રમણ કર્યા બાદ મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે. આ આત્મા વિદ્યાર્થીકાળ દરમિયાન શીખનાર સાધક હોય છે. શિક્ષણ દ્વારા આ આત્માને યોગ્ય માર્ગ પર લાવીને તેનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે. આપણા સૌના વ્યક્તિત્વ ઘડત માટે પોતાની સઘળી શક્તિનો ઉપયોગ થાય એ આપણું કર્તવ્ય છે.

આનંદાલયની સ્થાપના શા માટે ?
આનંદાલય દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. જે ચારિત્ર્ય નિર્માણ દ્વારા જ સંભવ છે, એટલે આનંદાલય ચારિત્ર્ય નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકો દ્વારા શરૂ થઈ છે.
આ આપણા પ્રિય શિક્ષણક્ષેત્રની આજે દેશમાં શું સ્થિતિ છે? શિક્ષણની વર્તમાન કટોકટી જ્ઞાનની નથી પણ ચારિત્ર્યની છે. ચારિત્ર્ય નિર્માણ જ દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને તે જ આપણું કામ છે. જો આપણે ચારિત્ર્ય નિર્માણ કરવામાં નિષ્ફળ જઈશું તો આપણો અવતાર અને ઈશ્વરનું પ્રયોજન નિરર્થક થશે. ચારિત્ર્ય નિર્માણજ આ દેશની સર્વોત્તમ જરૂર છે અને તે જ આપણો કલ્યાણકારી જીવન માર્ગ છે. ટૂંકમાં કહીએ તો આનંદાલય ચારિત્ર્ય નિર્માણનો પર્યાયવાચી શબ્દ છે.

આનંદાલય જીવન શિક્ષણના વિવિધ આયામો ચલાવશે, જેના થકી વ્યક્તિને જીવન દૃષ્ટિ પ્રાપ્ત થશે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ જીવનભર પોતાના અને બીજાના વિકાસ માટે કાર્યરત બનશે, જેનાથી આનંદાલયના સાધકો પોતાની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરશે. આખરે વ્યક્તિ – વ્યક્તિમાં ચારિત્ર્ય ઘડતર કરી સમાજને કર્તવ્યનિષ્ઠ સાધકો પ્રાપ્ત થશે, જે ચારિત્ર્ય સંપન્ન અને કર્તવ્યનિષ્ઠો દ્વારા વિશ્વનાં કલ્યાણકારી કાર્યોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરે તેવી ઉન્નત દૃષ્ટિ આનંદાલય ધરાવે છે.

આનંદાલયનું ધ્યેય શિક્ષણ થકી દૃષ્ટિ સંપન્ન જીવન આપવાનું છે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ આનંદાલય દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓ દ્વારા પોતાના અને સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહેશે જેના કારણે ચારિત્ર્ય નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. પ્રશિક્ષિત ચારિત્ર્યથી ઓતપ્રોત કાર્યકર્તાઓ સમાજની સમસ્યાઓની પીડા લઈને પોતાના જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરશે. પરિપક્વ સાધકોનાં સમર્પિત જીવનો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરશે, વ્યક્તિ ઘડતર દ્વારા સમાજ વિકાસ અને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો આનંદાલયનો હેતુ છે.

આનંદાલય સંપૂર્ણ લોકશાહીમાં માનનારાઓનો પરિવાર છે આથી કોઈપણ કાર્ય લોકશાહી પધ્ધતિથી જ થાય છે. આનંદાલય હંમેશા સમાજ અને રાષ્ટ્રના હિતને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લે છે. આનંદાલયમાં હંમેશા નિર્ણયો સામૂહિક અને સર્વાનુમતે લેવામાં આવે છે.

આનંદાલયનો સભ્ય તે છે જે એક સાચુ જીવન જીવે છે. જે પ્રકૃતિ અને સંવિધાન યુક્ત હોય. આનંદાલયના સદસ્યો જે અનુશાસન લોકોમાં પ્રસ્થાપિત કરવા માગે છે તે પોતે ખૂબજ સારી રીતે જીવવાનો આગ્રહ આખે છે. આનંદાલયનો સાધક પોતાની પૂર્ણ શક્તિનું યોગદાન આપવા તૈયાર હોય છે. આનંદાલયનો પ્રત્યેક સભ્ય પરસ્પર સહકાર અને સમાનતા જીવે છે. આનંદાલયનો નિર્ણય તે મારો નિર્ણય એવું દરેક સભ્ય માને છે. આનંદાલયનો સભ્ય પોતે સાચા જીવન જીવવાનો આગ્રહી હોય છે, તે વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા ધરાવે છે. આનંદાલયનો સભ્ય હંમેશા જાતને વિસ્તારવા માટે તત્પર રહે છે. પોતાની જાતને સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટે સાધના કરે છે અને દ્રષ્ટિપૂર્ણ યોગ્ય જીવન જીવે છે. આવો યોગી સાધક પોતાને આનંદાલયનો ઘટક હોવાનું ગૌરવ અનુભવે

આનંદાલય એવા સાધકોની શોધ કરી રહીં છે જેને વર્તમાન શિક્ષણ પદ્ધતિથી હ્રદયમાં પીડા હોય. તે ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે ઉત્કંઠ ઈચ્છા હોય. જે એક સાધક અને યુગપ્રવર્તક બનીને પૂર્ણ નિષ્ઠાથી આ ઈશ્વરીય કાર્યને જીવનમંત્ર બનાવવા ઈચ્છતા હોય. તો મારી સાથે આનંદાલયના એક ઘટક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો. હું તમને વિશ્વાસ અપાવું છું કે આપનો અવતાર સફળ થશે. આપને મહાન સંતોષની સાથે શ્રેષ્ઠ આનંદની અનુભૂતિ છે. આ સાચા આનંદની અનુભૂતિ એજ આનંદાલયનો મૂળ મંત્ર છે.

આપને ફરીથી સાદર નમસ્કાર અને સ્નેહાર્દ વંદન. આપને આનંદાલયના સાધક બનવા માટે સાદર નિમંત્રણ છે. આપ આપની જગ્યાએ, આપને ગમતું કામ અને એ પણ આપની અનુકૂળતાએ ઓનલાઈન કે ઓફલાઈન આનંદાલય સાથે કામ કરો તેવી અપેક્ષા છે.

આપ દરેક પાસાનું સુક્ષ્મ ચિંતન કરો પછી આપને આનંલયના સભ્ય બનવાની હ્રદયથી ઈચ્છા થાય તો જ આ ફોર્મ ભરશો. આપનો વિચાર પૂર્વકનો સ્વેચ્છિક નિર્ણય હોય તે અપેક્ષિત છે. આનંદાલય આપની પ્રતિક્ષા કરી રહી છે. આનંદાલય આપનું હાર્દિક સ્વાગત છે.

આપ આનંદાલયની ગતિવિધિઓની ફેસબુક પેજ પર મુલાકાત લેશો.

https://www.facebook.com/anandalaya01/

સદસ્યતા ફોર્મ

"*" indicates required fields

Step 1 of 5

MM slash DD slash YYYY
ફોટોગ્રાફ અપલોડ કરો
Max. file size: 200 MB.