આનંદાલય ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે, જે આજના સમયની તાતી જરૂરિયાત છે. આ સંસ્થા આનંદાલય જેવી રીતે અસરકારક કામ કરે છે એ કાબિલે તારીફ છે. હું આ સન્માનનીય સંસ્થાનો નાનકડો ભાગ છું એ મારા માટે ગૌરવની વાત છે.

જપન રાવલ
સ્થાપક : મિશન અભયમ

આનંદાલય અતુલભાઈની વર્તમાન શિક્ષણની પીડાનું કારણ છે. મારા મતે વૃક્ષમાં કલ્પવૃક્ષ, ગાયોમાં કામધેનુ, સાપોમાં વાસુકી અને હાથીઓમાં ઐરાવત જેમ મહાન છે તેમ તમામ આલયોમાં આનંદાલય મહાન છે. સાચું કહું તો આનંદાલયે મને પુનર્જન્મ આપ્યો છે. મને આનંદાલયના ઘટક હોવાનું ગૌરવ છે.

વિક્રમ બારૈયા
શિક્ષક, મિરામ્બીકા સ્કૂલ, નારણપુરા, અમદાવાદ

આનંદાલય એટલે શિક્ષકના શિક્ષકત્વને પૂરતું વાતાવરણ પૂરું પાડી બહાર કાઢવાનો એક રૂડો અવસર. આના થકી ગુજરાતમાં શિક્ષણનું સારું વાતવરણ નિર્માણ થઈ રહ્યું છે.

સુરેશકુમાર ટી. ઠક્કર
મુખ્યશિક્ષક, પીપલાણા પ્રા. શાળા, તા. હારીજ, જિ. પાટણ

ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના ઉન્નત ધ્યેયને પ્રાપ્ત કરવા યોજાતા વિવિધતા સભર કાર્યક્રમો સરાહનીય હોય છે. આનંદાલયનો હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. પોતાની નૈતિકતાને સાથે રાખી કાર્યનિષ્ઠ બનેલ વ્યક્તિની વાતો ખરા અર્થમાં પ્રેરણાત્મક આપી આનંદની અનુભૂતિ કરાવે છે.

સુરેશકુમાર નાગલા
આચાર્ય, આંસોદર પ્રા. શાળા, જિ. અમરેલી

આનંદાલય એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, કેમકે અહીંયા જાતને ઓળખવાની તક મળે છે. અહિયાં હું મારા વ્યક્તિત્વનો વિકાસ કરી રહી છું. દરેક બુધસભા હૃદયસ્પર્શી અને અનુભવજન્ય હોય છે. તમામ કાર્યક્રમોમાં મન, હદય અને બુદ્ધિને ખૂબ જ શાંતિ અને આનંદ મળે છે.

ડિમ્પલ પટેલ
આચાર્યા, બાળભવન માધવબાગ વિદ્યાભવન અમરોલી, સુરત

મહાસાગરના મોતી સમુ પવિત્ર આંનદાલય શિક્ષણ થકી મૂલ્યોનું ઘડતર કરે છે. સૌ કોઈ પોતાનામાં રહેલું કંઈક આપવા માટે તત્પર છે. અતુલભાઈ પ્રશાંત રહીને જોશભેર વહેતી અલકનન્દાના પ્રવાહનો આધાર બન્યા છે. તેમણે એકનિષ્ઠ ભાવ જગાવીને વ્યક્તિ વ્યક્તિમાં ચારિત્ર્ય નિર્માણ થાય તેવા કાર્યનું નિર્માણ કર્યું છે.

કોકિલાબેન જોશી.
પ્રાથમિક શિક્ષક રાજુલા

આનંદાલય સમાજ/રાષ્ટ્રનાં હિતને કેન્દ્રમાં રાખીને પ્રકલ્પો ચલાવે છે. બુધવારે નવા અનુભવીઓ સાથેના પ્રયોગો, પ્રયુક્તિઓ અને વક્તવ્ય સાંભળી સ્વને વિકાસવાની તક ઊભી થઈ છે. હવે તો ઘરના સભ્યો બુધવાર આવે એટલે યાદ કરાવે કે આજે તો તારે આનંદાલય આવશે.

સેજલ ઠેકડી
આચાર્ય, કલરવ શિશુ/કિશોર વિકાસ કેન્દ્ર, મોડાસા.

આનંદાલય શ્રેષ્ઠ વિચારો થકી સૌને ખીલવવાની તક આપતું શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન છે, આનંદાલય વ્યક્તિમાં સર્જન શક્તિનો વિકાસ કરી રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરતું પરિવાર છે. જેમાં તમામ સભ્યોના સહિયારા પ્રયાસથી ઉન્નત રાષ્ટ્રના નિર્માણનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.

ધર્મેશ કે પંડ્યા
શિક્ષક, મેડી-ફળિયા-વર્ગ કલિયાકોટા. પ્રા.શાળા, જી. દાહોદ.

આનંદાલયમાં કોઈપણ વ્યક્તિ મુકત મને જોડાઈ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે. મારી તો શરૂઆત જ મસ્ત બની રહી જે મારા માટે યાદગાર બની રહેશે. સારસ્વત મિત્રોની ઉપાસનાનું આ સ્થાન તપોવનથી કમ નથી. એક ઉત્તમ તક પૂરું પાડતું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

જાગૃતિ પંડયા
ઈનોવેટીવ ટીચર, આણંદ

આનંદાલય પરિવાર ખરેખર ઉત્તમ કાર્યપ્રણાલી અને ઉચ્ચત્તમ ધ્યેયને વરેલો છે. ચારિત્ર્યવાન સમાજ ઘડતર માટે વિવિધ પ્રકલ્પો કાર્યરત છે તે શિક્ષણ જગત માટે ગૌરવપૂર્ણ અને આનંદ વાત છે. આનંદલય પરિવારના સંયોજક , કાર્યકર્તાઓ તથા સૌ સભ્યોને હ્રદયના રાજીપા સાથે અભિનંદન.

લાલજીભાઈ પારેખ
શિક્ષક - જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા (બોટાદ)

આનંદાલય ભારતને ફરીથી વિશ્વ-ગુરુ બનાવવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. આ મહાન યજ્ઞમાં મને આહૂતિ આપવાનો અવસર મળ્યો તે મારું સદભાગ્ય જ છે. જેમના થકી આ દિવ્ય યજ્ઞ આરંભાયેલો તે અતુલભાઈ ઉનાગરનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ધારા ઠુમ્મર
અધ્યાપિકા, એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

કુદરતે મને શિક્ષક બનાવી એમાંય આનંદાલયનો સંપર્ક કરાવ્યો તે મારા અહોભાગ્ય. આનંદાલયમાં મૂલ્યશિક્ષણ માટે જ વિચારવામાં આવે છે. આનંદાલય સતત એક ઊર્જાની સાથે સકારાત્મક માર્ગ પર જ ચર્ચા કરે છે. મને આ ગ્રુપ સાથે ગૌરવરૂપ કાર્ય કરવાની મજા આવે છે.

ડિમ્પલ ભુત
શિક્ષક - ગોંડલ, જિ. રાજકોટ

જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો પાંચ જ્ઞાનેન્દ્રિયો – બાહ્ય કરણો અને ચાર અંતકરણો મન, બુદ્ધિ, ચિત્ત અને અંહકારનો લય આનંદાલયની પ્રવૃત્તિ વખતે આત્મામાં જ લય થઈ જાય છે એ છે આનંદાલય.

નિતાબેન હિંમતભાઈ રેયા (વડેરા)
શ્રી કે. કે. અંધ ઉદ્યોગશાળા વિદ્યાનગર, ભાવનગર

આત્માના ત્રણ નૈતિક ગુણધર્મો છે.સત્ (અસ્તિત્વ હોવું) ચિત્ત (ચૈતન્ય) અને આનંદ (વિના કારણ ખુશીનો અનુભવ) આનંદનું રહેવાનું સ્થાન એટલે આત્મા.. જયારે જયારે આનંદાલયની પ્રવૃત્તિઓમાં હોઈએ ત્યારે આત્મામાં છીએ એ ગીતા વાકયનો અનુભવ થાય છે.

રાજેશ વડેરા
નિવૃત્ત શિક્ષક - પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ, ઉમરાળા, જિ.ભાવનગર.

જ્ઞાન અને સર્વ કલાઓમાં રત રહેનાર અને અન્યોને રાખનાર આનંદાલય. જે માનવને સાચા અર્થમાં માનવ બનાવે છે. આનંદાલય
વ્યાપારિકરણથી તદ્દન દૂર રહી નિ:શુલ્ક આનંદ પીરસવાનું કાર્ય કરી રહ્યું છે. સલામ છે આનંદાલય તથા તેની ટીમને. આનંદાલયના કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે.

પૂર્વી શુકલ
ઉપપ્રમુખ, અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત

ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ જેમનો ધ્યેયમંત્ર છે તે આનંદાલય. આનંદાલય દ્વારા યોજાતા કાર્યક્રમો વ્યક્તિમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું માધ્યમ છે. વ્યક્તિ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ કૃત સંકલ્પિત આનંદાલય સાથે જોડાયેલ તમામ સાધકોને ખુબ ખુબ ધન્યવાદ સહ અભિનંદન.

ભારતીબેન પરસાણીયા
આચાર્યા, શ્રીમતિ આર. એસ. કાલરિયા સ્કૂલ જૂનાગઢ.

આનંદાલયમાં સત્ત્વશીલ શિક્ષકોને માણવાનો એક લ્હાવો હોય છે. શિક્ષકના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓના સાંનિધ્યમાં થયેલા અનુભવો સાંભળવાની ખૂબ મજા આવે. આનંદાલયના કાર્યક્રમમાંથી મળેલ જ્ઞાન પછી હું વધુ સારા કાર્ય કરી શકું છું. જીવનનું અમૂલ્ય ભાથું મને આનંદાલયમાંથી મળે છે.

નંદા ઠક્કર
આચાર્ય, શ્રી. પંડિત રત્ન ચંદ્રજી જૈન કન્યા શાળા

આનંદાલય એટલે આંતરિક આનંદનું સરનામુ. જ્યાં વાત કરવાથી કે જ્યાંની વાતો સાંભળવાથી મનને પરિતોષ મળે. સમાજના વિવિધ વર્ગોને સ્પર્શતા વિષયો ઉપર નવોદિતોથી માંડીને નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિષયમાંડણી દ્વારા આનુષંગિક માર્ગદર્શન અને પરામર્શનો અનુક્રમ આ કપરા કાળમાં અત્યંત શાતા આપનારો છે.

ડૉ. અંકુર દેસાઈ
પ્રોફેસર, બરોડા હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા

સંસ્કૃતભાષામાં આલયનો અર્થ પવિત્ર સ્થળ થાય છે, જે આનંદાલયને બરાબર લાગુ પડે છે. શ્રી અતુલભાઈએ બુધવારની સભામાં વિવિધ મૂલ્યવર્તી વિચારોનું આદાન -પ્રદાન કરીને જે જીવંત કરવાનો અમૂલ્ય પુરુષાર્થ કર્યો છે. તે સાચા અર્થમાં આનંદાલયની અનુભૂતિ કરાવે છે.

ડૉ. અમિષા દવે .
અધ્યાપિકા - શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ

“આનંદાલય” એટલે જેમાં સૌને હૃદયના આનંદ સાથે જોડાવું ગમે તેવું ઠેકાણું. આનંદાલયના નામ જેવાજ ગુણો, તેની પ્રવૃત્તિઓ વ્યક્તિને જીવનની સાચી દૃષ્ટિ આપવાની, બુધસભામાં જોડાવું એક લ્હાવો, ચારિત્ર્ય ઘડતર જ કેન્દ્ર સ્થાને, વ્યક્તિ ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો આનંદાલયનો એકમાત્ર હેતુ છે.

આશિષ પટેલ
સ્કુલ ઇન્સ્પેક્ટર, અમદાવાદ.

આનંદાલય એટલે શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ, ચારિત્ર્યવાન વ્યક્તિનાં ઘડતરમાં સિંહફાળો આપતું અનોખું સંસ્થાન, આનંદાલય એટલે આનંદનો પર્યાય, આપ-લેનો મહાસાગર જેમાં ડૂબીને જ્ઞાનનું મોંઘેરું મોતી મેળવી ધન્ય બની શકાય. હું આ યજ્ઞમાં જોડાઈ સદાકાળ રાષ્ટ્રનાં નિર્માણમાં મારો મહત્તમ ફાળો આપતી રહીશ…

અસ્મિતા ગોસ્વામી
શિક્ષક, સમૌ-કન્યા પ્રા. શાળા, જી. ગાંધીનગર

ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ કરતું સંસ્થાન એટલે આનંદાલય. આનંદાલય ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણના ઉમદા લક્ષ્યને પ્રાપ્ત કરવા જે પ્રયત્નો કરે છે તે પ્રશંસનીય છે. આ કાર્ય ભારતને વિશ્વગુરુ બનાવવામાં પગથીયાં રૂપ સાબિત થશે. આ કાર્યને હું હૃદયપુર્વક સમ્માન કરું છું.

ચિરાગ પ્રજાપતિ
વિદ્યાર્થી, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ.

આનંદાલય એટલે નિજાનંદનું સરનામુ, આનંદાલય એક એવો સમૂહ જે રાષ્ટ્રને કંઈક આપવા તત્પર છે. આ એવું માધ્યમ છે જયાં મિત્રભાવે એકઠા થઈને ચારિત્ર્યવાન રાષ્ટ્ર નિર્માણ માટે સૌ સાધકો મથામણ કરી રહ્યા છે. આ કાર્ય સ્વાર્થ વિના આનંદથી થઈ રહ્યું છે.

રિકિતા બારોટ
શિક્ષક, નગર પ્રાથમિક શાળા નં ૨૦, આણંદ

આનંદાલય એટલે આનંદનો મહાસાગર, ચારિત્ર્ય નિર્માણ સંકલ્પના પર ઊભી થયેલી આ સંસ્થા અનોખી છે. આનંદાલયની દરેક પ્રવૃત્તિમાં એકએક પળ આનંદમાં વિતે છે. એકસાથે સોશિયલ મીડીયા પર આટલા બધા વ્યક્તિઓ શિક્ષણ અને ચારિત્ર્યની ચિંતા કરતા હોય એવું એક માત્ર પ્લેટફોર્મ એટલે આનંદાલય.

જયદિપસિંહ પૂવાંર
આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક શાળા, પાદરડી. જી.પંચમહાલ

આનંદાલય આનંદ, શાંતિ અને સંતોષનું નવું સરનામુ, જ્યાં કર્મયોગીઓ સાથે મળી ઋષિતુલ્ય અતુલભાઈના સાનિધ્યમાં વિવિધ બુધસભાઓરૂપી હવનકાર્યમાં પોતાના જ્ઞાન, કૌશલ્ય, રસ, રુચિ મુજબ સ્વેચ્છાએ જોડાઈ આહૂતિ આપવાનો અને આનંદાલયની સમાજ – નિર્માણ, રાષ્ટ્ર-નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બનીને હું સદભાગી બન્યાનો આનંદ અનુભવું છું.

ડૉ. પૂર્ણિમા ત્રિવેદી
લેક્ચરર , GCERT - DIET Gandhinagar.

માનનીય શ્રી અતુલભાઈ થકી “આનંદાલય” ઉજ્જવળ પંથ ઉપર ગતિમાન છે. આપના દીર્ઘ દૃષ્ટિકોણથી ઉત્સાહ પ્રેરક વિધ વિધ પ્રવૃત્તિઓથી સંસ્થા ઉત્તરોત્તર મહોરી રહી છે. આપનું શ્રેષ્ઠ ભાષા પ્રભુત્વ અનેક ઉત્સાહી સાહિત્ય પ્રેમીને પોષી રહ્યું છે. હું પણ આપના આનંદાલયની આશિક છું.

ભામિની મિસ્ત્રી
મુખ્ય શિક્ષક - કાણોદર અનુપમ શાળા નં. 03 જિ.બનાસકાંઠા

આનંદાલય મારા મતે ખરેખર જિજ્ઞાસુઓની પરબ છે. અનુભવોનો નિચોડ અને સત્ય વાતોથી જીવંત શિક્ષણની કેડી કંડારે અને વ્યક્તિ ઘડતર થી સમાજ ઘડતર અને એમજ રાષ્ટ્ર ઘડતરનું આલય…!! ગોવિંદની ગોઠડી અને શિક્ષણમાં સત્યનું નવું નજરાણું….. આનંદાલય.

રતિલાલ છોટાલાલ દેસાઈ
આચાર્ય, બાજવા ગ્રૂપ શાળા નં. 01 તા. જિ. વડોદરા

આનંદાલય સફળતા – સાર્થકતા તરફનો અંગુલી નિર્દેશ છે. શિક્ષણના મૂળ અર્થ અને તેના મર્મને પામવાની એક ગતિ છે, પ્રસન્નતાનો પ્રવાહ છે. આનંદાલય એટલે સ્વ થકી સમષ્ટિના યોગક્ષેમ અર્થે આરંભાયેલ યજ્ઞ માટે પરસ્પરના સહકારથી પ્રાપ્ત એવું પવિત્ર સમિધ.

પ્રા. યોગેશ રાજગોર
એસોસિયેટ પ્રોફેસર, રાષ્ટ્રભાષા કૉલેજ, અમદાવાદ

આનંદાલય નામને સાર્થક કરતું વટવૃક્ષ. बहुजन हिताय। बहुजन सुखाय। માટે કાર્યરત આનંદાલયની શીતળ છાયા જીવનમાં તાજગી અને પ્રાણવાયુ અર્પે છે. આ પવિત્ર વટવૃક્ષના અંગો મૂળ, થડ, ડાળી, પાંદડાં એટલે કે અતુલભાઈ અને તેમની ટીમના સાધકો જે ખરેખર વંદનીય છે.

ડૉ. વસુમતી દવે
અધ્યાપક, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી. એડ્. કોલેજ અમદાવાદ

આનંદાલય નવા જ અભિગમ સાથે સંવેદના સભર અને કંઈક નવુ જાણવા માંગતા તથા નવુ કરવા માંગતા કર્મયોગીઓ માટેનું મંચ છે. ડૉ. અતુલભાઈ ઉનાગર એક સુંદર સાધના કરી રહ્યા હોય તેવુ લાગે છે. નિયમિત અને ગુણવત્તાસભર કાર્યક્રમો કરવા સહેલી વાત નથી.

પ્રિ. પરેશ ત્રિવદી
પ્રધાનાચાર્ય, બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, ભાવનગર

આનંદલાયમાં જોડાવું એક અનોખો લ્હાવો છે. પોતાની વાત કરવાનું સ્થાન, બીજાની વાતોમાંથી સારુ લઈ પોતાનામાં ખૂટતું પૂરું કરવાનું સ્થાન, કેળવણીકારો સાથે વાર્તાલાપ કરવાનો સુગમ, મેતો અહિં મારું સ્થાન સર્વત્ર મેળવ્યું એજ મારું અહોભાગ્ય છે એટલે જ સદાય આ યજ્ઞમાં જોડાયેલી રહીશ.

કપિલા રાઠોડ
આચાર્ય, હુડકો ભાટ પ્રા. શાળા, ગાંધીનગર.

આનંદાલય નામની જેમ અસ્ખલિત આનંદનું ઝરણું વહેડાવતું એક ગ્રુપ છે. જેમાં જાત અનુભવો, જીવન પરિવર્તન, સંઘર્ષો, અનુભવજન્ય અને અત્યંત હૃદયસ્પર્શી રોચક બાબતો શીખવા મળે છે. સમગ્રને એક તાંતણે બાંધવાનો અભૂતપૂર્વ પ્રયાસ છે. અદ્ભુત કામગીરી આનંદાલય કરી રહ્યું છે.

ધારા પોકિયા
વિદ્યાર્થિની, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત

આનંદાલય શિક્ષકત્વને ઉજાગર કરે છે. કર્મથી અને જન્મજાત શિક્ષકને ગમતી વાતો, પ્રવૃત્તિઓ, કામગીરીઓ, સંવાદો, ચર્ચાઓ, અનુભવકથનો વગેરે મણકાઓથી ગૂંથાયેલી છે આનંદની માળા. જોડાયેલા દરેક વ્યક્તિ ઘડતર માટે મથી રહ્યા છે. અતુલભાઈનો આ નિસ્વાર્થ અને નિષ્પક્ષ વિચાર અભિનંદનને પાત્ર છે.

સંજ્ઞા આચાર્ય
મુખ્ય શિક્ષક, રામગઢ પ્રાથમિક શાળા, જિ. સુરેન્દ્રનગર

વિચારો, સર્જનાત્મક કાર્યો, કામ કરવાની અનોખી કુશળતા, અવનવા શિક્ષણ માટેના પ્રયોગો, વ્યવહાર કુશળતા, જિંદગીને જોવાની દૃષ્ટિ, કર્તવ્ય નિષ્ઠ અને ચારિત્ર્ય શીખવા મળતું પરીવાર એટલે આનંદાલય.

કૌમુદી ભાઈલાલભાઈ પટેલ
શિક્ષિકા, દક્ષિણ બોડીદ્રા બુઝર્ગ પ્રા.શાળા, ગોધરા

આનંદાલય વ્યક્તિની સુષુપ્ત ચેતનાને જાગૃત કરતો એક જાદૂઈ અભિગમ છે. બીજ અંકુરીત થઈને જેમ વટવૃક્ષ બનવા સક્ષમ બને છે તેજ રીતે આનંદાલય આપણને પ્રેરિત કરે છે. વધુને વધુ ભાવકો આ અભિગમ સાથે જોડાય તેવી શુભેચ્છા.

રાજેન્દ્ર મહેતા
શિક્ષક, નવા વાડજ શાળા નં. ૩ અમદાવાદ

આનંદાલય જેના નામમાં જ આનંદ અને એક અનોખો લય છે. મને દર બુધવારે જીવન ઉપયોગી ભાથું અહીં પ્રાપ્ત થાય છે. જેમ પ્રત્યેક રાત્રી આકાશમાં નજીવા ફેરફાર સાથે નોખી ભાત ઉપજાવે છે, તેમ દરેક બુધસભા નોખી દૃષ્ટિ સાથે અનેક વૈવિધ્યપૂર્ણ વિષયોનું રસદર્શન કરાવે છે.

ભાવના પટેલ 'વલસાડી વાદળ'
શિક્ષિકા - પ્રાંતિયા પ્રાથમિક શાળા, ગાંધીનગર

આનંદાલય નામ પ્રમાણે સૌને આનંદ આપનારો કાર્યક્રમ છે. શિક્ષણના વિવિધતા સભર વિષયોની માહિતી આપતો સુંદર કાર્યક્રમ છે. આવા ઉમદા વિચાર માટે સૌ આયોજકોને ધન્યવાદ.

પીયૂષ મનુભાઈ મહેતા
અધ્યાપક - જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર

આનંદોલયના કાર્યક્રમોમાં સહભાગી રહ્યો. ખરેખર ઘણું જાણવા અને માણવા મળ્યું. આનંદોલય શિક્ષણ, સાહિત્ય, સમાજ માટેનું પ્રેરણાત્મક આંદોલન કહી શકાય. પાર્થેશભાઈ પંડ્યાનો વાર્તાલાપ તથા કર્મચારીઓના કાર્યોની દાસ્તાનની રજૂઆત અને વિષયો ગમ્યા. આગામી કાર્યક્રમોની તાલાવેલી છે. સમગ્ર ટીમને ધન્યવાદ.

શૈલેષકુમાર કાલરિયા દોસ્ત
આચાર્ય - શ્રી ચકમપર પ્રાથમિક શાળા, જિ. મોરબી