બુધસભા

આનંદાલય દ્વારા દર બુધવારે રાત્રે 08:30 થી 10:00 (દોઢ કલાક) ઓનલાઈન બુધસભા યોજાય છે. પ્રત્યેક બુધસભા ચારિત્ર્ય નિર્માણને કેન્દ્રમાં રાખીને યોજવાનો પ્રયાસ હોય છે.

આનંદાલયબુધસભા

વાર્તાલાપ મંચ

આનંદાલય બુધસભા વાર્તાલાપ મંચ
દિનાંક :- 15 જૂન 2022, બુધવાર
સમય :- રાત્રે 08:30 થી 10:00

વિષય : “સ્વાયત્ત શિક્ષણની સામાજિક અસર”

માર્ગદર્શક વક્તાશ્રી
શ્રી નાનકભાઈ ભટ્ટ
મંત્રીશ્રી, શિશુ વિહાર – ભાવનગર

સત્ર સંચાલક
ડૉ. પાયલબેન ભટ્ટ
શ્રી રાતીદેવળી કન્યા શાળા

ગુગલ-મીટ
http://meet.google.com/ydj-xtdi-qag

સમાન સમયે ફેસબુક લાઈવ :-
https://www.facebook.com/anandalaya01/

વેબસાઈટ :-
https://anandalayaa.com/

—————-
સ્વાયત્ત શિક્ષણ ઝુંબેશ માં જે કોઈ વ્યક્તિ જવાબદારી લઈને કામ કરવા માટે તૈયાર હોય તે નીચે આપેલ વોટ્સએપ સમૂહમાં જોડાઈ જશે.

https://chat.whatsapp.com/GPbY8zOumKY566XM6sWigW

સ્વાયત્ત શિક્ષણ ઝુંબેશ
ન્યાયતંત્ર, સી.બી.આઈ., ઈન્કમટેકસ, જેવા વિભાગો સ્વાયત્ત નહીં હોય તોયે ચાલશે પણ શિક્ષણમાં તો સ્વાયત્તતા અનિવાર્ય જ છે. (ખાનગીકરણ નહીં સ્વાયત્તતા)

પ્રથમ બુધવારે (પુસ્તક વાર્તાલાપ મંચ)

બુધસભામાં પુસ્તક અધ્યયન અને અનુશીલન વાર્તાલાપ તથા પુસ્તક સમીક્ષા રજૂ કરવામાં આવે છે. બુધસભામાં તોત્તોચાન, દિવાસ્વપ્ન, તે શી માથાફોડ!, અબ હમ આઝાદ હૈ, ખતરા સ્કૂલ, રખડું ટોળી, સમર હિલ, અંગતનો પગ, વર્ગ એજ સ્વર્ગ વગેરે પુસ્તકો પર સમીક્ષા થઈ ગઈ છે. પ્રકારના વિવિધ પ્રકારના અનેક પુસ્તકો પર અધ્યયન અને અનુશીલન વાર્તાલાપ કરવાનો સંકલ્પ છે.

પ્રથમ બુધસભાના માધ્યમથી સહભાગીઓ શ્રેષ્ઠ પુસ્તકો વાચે અને વાચેલ વિષયોની સમીક્ષા થાય જેથી સાચી કેળવણીના સિદ્ધાંતો અને મૂલ્યોની સમજણ સ્પષ્ટ થઈ શકે. સાહિત્ય મંથનમાંથી કેળવણીનાં બિંદુઓ સહભાગીઓના આચરણમાં ઉતારે તેવી પ્રક્રિયા બુધસભામાં થાય છે.

બીજો બુધવાર (ચર્ચા મંચ)

બુધસભા દર મહિનાના બીજા બુધવારે યોજાય છે. બુધસભામાં ચર્ચા (Debate) હોય છે. બુધસભામાં કોઈ એક વિષય પસંદ કરવામાં આવે છે ત્યારબાદ સૌ સહભાગીઓ વિષય પર સંશોધન અને ચિંતન કરીને આવે છે. ટીમ (A) કલરવ અને ટીમ (B) ખિલખિલાટ પરસ્પર પક્ષપ્રતિપક્ષમાં પોતાના મુદ્દાઓને મુકે છે. અંતે કોઈ અનુભવી શિક્ષણવિદ્ કાર્યક્રમનો નિષ્કર્ષ આપે છે.

બુધસભામાં ચારિત્ર્ય ચડે કે કૌશલ્ય ? મહત્વ કોને ? અભ્યાસપૂર્ણ કરવાને કે માવજતની યોગ્ય પ્રક્રિયાને ?, વિષય આધારિત શિક્ષણ કે ઘટના આધારિત શિક્ષણ ? આજીવિકાલક્ષી શિક્ષણ કે જીવનલક્ષી શિક્ષણ ?, સરકાર આધારિત શિક્ષણ કે સમાજ આધારિત શિક્ષણ ? વગેરે વિષયો પર ચર્ચા યોજવામાં આવી છે. પ્રકારના વિવિધ પ્રકારના વિષયો પર ચર્ચા યોજવામાં આવે છે.

બુધસભાના માધ્યમથી સહભાગીઓને એક સાચી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. એક સાચી સમજણ આપવાના હેતુથી બુધસભાનું આયોજન કરવામાં આવે છે

ત્રીજો બુધવાર (વાર્તાલાપ મંચ)

બુધસભામાં કોઈ એક કેળવણીના મુદ્દા પર અનુભવી અને ક્રિયાશીલ શિક્ષણવિદ્ (કેળવણીકાર) દ્વારા મનનીય બૌદ્ધિક પ્રવચન આપવામાં આવે છે. વ્યાખ્યાન પછી જીજ્ઞાસા સમાધાન માટે પ્રશ્નોત્તરી યોજવામાં આવે છે.

  બુધસભામાં મહાદેવભાઈ દેસાઈ, નીતિનભાઈ પેથાણિ, જયેન્દ્રસિંહ જાદવ, વિશાલ ભાદાણી, પ્રતિકસિંહ પરમાર, રાકેશ રાવત, રાકેશ નવા નદીસર, રાઘવજી માધડ, હસમુખભાઈ સુથાર, દિનેશભાઈ મજીઠિયા, નવિનભાઈ પંડિત, અશોકકુમાર પરમાર, દિનેશભાઈ સેવક, ઉષા ઉપાધ્યાય, હેતલ ગાંધી, યામિની વ્યાસ, રાજેશ્વરી પટેલ, રક્ષા શૂક્લ, રમેશ તન્ના, મહેન્દ્ર ચોટલિયા વગેરે મહાનુભાવોએ મંચમાં સેવાઓ આપી છે.

મંચ દ્વારા કેળવણીકારોના અનુભવનું ભાથું સહભાગીઓને પ્રાપ્ત થાય છે. પરિપક્વ વક્તાશ્રીઓ થકી સહભાગીઓને કેળવણી પાથેય પ્રાપ્ત થાય છે આના કારણે શિક્ષણના અગત્યના સોપાનોમાં સ્પષ્ટતા વધે છે.

ચોથો બુધવાર (અનુભવ મંચ)

બુધવારે શિક્ષકો, અભિભાવકો, વિદ્યાર્થીઓ, સંચાલકો અને અધિકારીઓ દ્વારા થયેલા હ્રદયસ્પર્શી અનુભવો, સત્ય ઘટનાઓ, શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગો, સેવા કાર્યો અને પ્રક્લ્પો, સમર્પણ અને યોગદાન વિવિધ પ્રેરણાત્મક બાબતો મંચમાં રજૂ કરવામાં આવે છે.

મંચમાં કર્મયોગીઓ દ્વારા રજૂ થતા વિવિધ કામો એને ઘટનાઓ અન્ય સહભાગીઓ માટે પ્રેરણાદાયી બની રહે છે. મંચમાં કૃતિશીલ સક્રિય વ્યક્તિઓની ગાથાઓ અન્યોમાં સકારાત્મક ઊર્જા આપી જાય છે. બુધસભા અનેકોને માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે.

બુધસભાના માધ્યમથી સહભાગીઓ કેળવણીનાં ક્ષેત્રની વિવિધ ગતિવિધિઓથી અવગત થતા રહે છે. બુધસભાનું મુખ્ય કામ સાચી દૃષ્ટિ આપવાનું છે. આમ તો દરેક બુધસભાનો કેન્દ્રવર્તી વિચાર ચારિત્ર્ય નિર્માણ હોય છે.