આનંદાલયની સ્થાપના શા માટે ?
આનંદાલય દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. જે ચારિત્ર્ય નિર્માણ દ્વારા જ સંભવ છે, એટલે આનંદાલય ચારિત્ર્ય નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકો દ્વારા શરૂ થઈ છે.
શિક્ષણક્ષેત્રની આજે દેશમાં શું સ્થિતિ છે? શિક્ષણની વર્તમાન કટોકટી જ્ઞાનની નથી પણ ચારિત્ર્યની છે.
ચારિત્ર્ય નિર્માણ જ દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને તે જ આનંદાલયનું કામ છે. ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની સર્વોત્તમ જરૂર છે અને તે જ આપણો કલ્યાણકારી જીવન માર્ગ છે. ટૂંકમાં કહીએ તો આનંદાલય ચારિત્ર્ય નિર્માણનો પર્યાયવાચી શબ્દ છે. આનંદલાય વિષે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરીને બ્રોશર ડાઉનલોડ કરો. આનંદાલયનો પરિચય
આનંદાલયની દૃષ્ટિ
આનંદાલય જીવન શિક્ષણના વિવિધ આયામો ચલાવશે, જેના થકી વ્યક્તિને જીવન દૃષ્ટિ પ્રાપ્ત થશે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ જીવનભર પોતાના અને બીજાના વિકાસ માટે કાર્યરત બનશે, જેનાથી આનંદાલયના સાધકો પોતાની સર્વોચ્ચ
અવસ્થાને પ્રાપ્ત કરશે. આખરે વ્યક્તિ - વ્યક્તિમાં ચારિત્ર્ય ઘડતર કરી સમાજને કર્તવ્યનિષ્ઠ સાધકો પ્રાપ્ત થશે, જે ચારિત્ર્ય સંપન્ન અને કર્તવ્યનિષ્ઠો દ્વારા વિશ્વનાં કલ્યાણકારી કાર્યોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરે તેવી ઉન્નત દૃષ્ટિ આનંદાલય ધરાવે છે.
આનંદાલયનું ધ્યેય
આનંદાલયનું ધ્યેય શિક્ષણ થકી દૃષ્ટિ સંપન્ન જીવન આપવાનું છે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ આનંદાલય દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓ દ્વારા પોતાના અને સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહેશે જેના કારણે ચારિત્ર્ય નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. પ્રશિક્ષિત ચારિત્ર્યથી ઓતપ્રોત કાર્યકર્તાઓ સમાજની સમસ્યાઓની પીડા લઈને પોતાના જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરશે. પરિપક્વ સાધકોનાં સમર્પિત જીવનો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરશે, વ્યક્તિ ઘડતર દ્વારા સમાજ વિકાસ અને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો આનંદાલયનો હેતુ છે.
આનંદાલયની કાર્યપદ્ધતિ
આનંદાલય સંપૂર્ણ લોકશાહીમાં માનનારાઓનું પરિવાર છે આથી કોઈપણ કાર્ય લોકશાહી પધ્ધતિથી જ થાય છે. આનંદાલયના સદસ્યો જે અનુશાસન લોકોમાં પ્રસ્થાપિત કરવામાંગે છે તે પોતે ખૂબજ સારી રીતે જીવે છે. આનંદાલય હંમેશા સમાજ અને રાષ્ટ્રના હિતને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેશે. આનંદાલયનો દરેક ઘટક પોતાની પૂર્ણ શક્તિનું યોગદાન આપે છે. આનંદાલયનો પ્રત્યેક સભ્ય પરસ્પર સહકાર અને સમાનતા જીવે છે. આનંદાલયમાં હંમેશા નિર્ણયો સામૂહિક અને સર્વાનુમતે લેવામાં આવે છે. આનંદાલયનો નિર્ણય તે મારો નિર્ણય એવું દરેક સભ્ય માને છે. આનંદાલયનો સભ્ય પોતે સાચા જીવન જીવવાનો આગ્રહી હોય છે, તે વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા ધરાવે છે. આનંદાલયનો સભ્ય હંમેશા જાતને વિસ્તારવા માટે તત્પર રહે છે. પોતાની જાતને સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટે સાધના કરે છે અને દ્રષ્ટિપૂર્ણ યોગ્ય જીવન જીવે છે.
આનંદાલયનો સભ્ય કેવો હોય છે ?
આનંદાલયનો સભ્ય તે છે જે એક સાચુ જીવન જીવે છે. જે પ્રકૃતિ અને સંવિધાન યુક્ત હોય. આનંદાલયના સદસ્યો જે અનુશાસન લોકોમાં પ્રસ્થાપિત કરવા માગે છે તે પોતે ખૂબજ સારી રીતે જીવવાનો આગ્રહ આખે છે. આનંદાલયનો સાધક પોતાની પૂર્ણ શક્તિનું યોગદાન આપવા તૈયાર હોય છે. આનંદાલયનો પ્રત્યેક સભ્ય પરસ્પર સહકાર અને સમાનતા જીવે છે. આનંદાલયનો નિર્ણય તે મારો નિર્ણય એવું દરેક સભ્ય માને છે. આનંદાલયનો સભ્ય પોતે સાચા જીવન જીવવાનો આગ્રહી હોય છે, તે વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા ધરાવે છે. આનંદાલયનો સભ્ય હંમેશા જાતને વિસ્તારવા માટે તત્પર રહે છે. પોતાની જાતને સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટે સાધના કરે છે અને દ્રષ્ટિપૂર્ણ યોગ્ય જીવન જીવે છે. આવો યોગી સાધક પોતાને આનંદાલયનો ઘટક હોવાનું ગૌરવ અનુભવેઆનંદાલયનો સભ્ય તે છે જે એક સાચુ જીવન જીવે છે. જે પ્રકૃતિ અને સંવિધાન યુક્ત હોય. આનંદાલયના સદસ્યો જે અનુશાસન લોકોમાં પ્રસ્થાપિત કરવા માગે છે તે પોતે ખૂબજ સારી રીતે જીવવાનો આગ્રહ આખે છે. આનંદાલયનો સાધક પોતાની પૂર્ણ શક્તિનું યોગદાન આપવા તૈયાર હોય છે. આનંદાલયનો પ્રત્યેક સભ્ય પરસ્પર સહકાર અને સમાનતા જીવે છે. આનંદાલયનો નિર્ણય તે મારો નિર્ણય એવું દરેક સભ્ય માને છે. આનંદાલયનો સભ્ય પોતે સાચા જીવન જીવવાનો આગ્રહી હોય છે, તે વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા ધરાવે છે. આનંદાલયનો સભ્ય હંમેશા જાતને વિસ્તારવા માટે તત્પર રહે છે. પોતાની જાતને સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટે સાધના કરે છે અને દ્રષ્ટિપૂર્ણ યોગ્ય જીવન જીવે છે. આવો યોગી સાધક પોતાને આનંદાલયનો ઘટક હોવાનું ગૌરવ અનુભવે
આનંદાલયનો સભ્ય કોણ બની શકે ?
આનંદાલય એવા સાધકોની શોધ કરી રહીં છે જેને વર્તમાન શિક્ષણ પદ્ધતિથી હ્રદયમાં પીડા હોય. શિક્ષણમાં પરિવર્તન લાવવાની ભડભડતી આગ હોય. જેના અંતઃકરણમાં ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે ઉત્કંઠ ઈચ્છા હોય. જે એક સાધક અને યુગપ્રવર્તક બનીને પૂર્ણ નિષ્ઠાથી આ ઈશ્વરીય કાર્યને જીવનમંત્ર બનાવવા ઈચ્છતા હોય. તે આનંદાલયના એક ઘટક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. આનંદાલય આવા સાધકોને વિશ્વાસ અપાવે છે કે આપનો અવતાર નિષ્ફળ નહીં જાય. આપનું જીવન સાર્થક થશે. આપને મહાન સંતોષની સાથે શ્રેષ્ઠ આનંદની અનુભૂતિ છે. આ સાચા આનંદની અનુભૂતિ એજ આનંદાલયનો મૂળ મંત્ર છે, જેને આપ પ્રાપ્ત કરી શકશો.
આનંદાલય ગીત
सत्त्वशीलजनाचारै: शिक्षया वृत्तनिर्मितिम्।
कुर्वन्समाजशीलेन भारतं स्यात् जगद्गुरु:।।
જીવનનો લય
જીવનનો લય
આનંદાલય આનંદાલય
सर्वम् शिलवता जितम्
સાચા સાધક થઈએ
કરીયે સાધનાનું સમ્માન
સાથે મળીને આપણે કરીએ
ભવ્ય રાષ્ટ્ર નિર્માણ
सर्वम् शिलवता जितम्
જીવનની દ્રષ્ટિને આપીએ
ઓપ નવેરો નવતર
યોગી થઇને નવી જ રીતે
કરીએ જીવન ઘડતર
सर्वम् शिलवता जितम्
ચરિત્રના દીપ પ્રગટાવી ને
દશે દિશ ઝળહળીએ
સર્વજન સુખ મંત્ર લઈને
કરીએ જીવન અર્પણ
सर्वम् शिलवता जितम्
ઉન્નત દૃષ્ટિ ઉન્નત જીવન ઉચ્ચ
રાષ્ટ્ર નિર્માણ
એ જ સાધના એ જ પ્રાર્થના
એ જ પુન: ઉત્થાન
सर्वम् शिलवता जितम्
જીવનનો લય
જીવનનો લય
આનંદાલય આનંદાલય
सर्वम् शिलवता जितम्