અભિયાન

अभियान : शिक्षा मांगे अपना IES

શિક્ષકોનો નાદ : આપો અમારા IES

શિક્ષણ વિભાગનું વહિવટીતંત્ર શિક્ષણના અધિકારીને સોંપો – IES લાવો.

આઝાદીનાં 75 વર્ષ પછી પણ શિક્ષણ માટે સનદી અધિકારી નથી – IES લાવો.

 ‘ચારિત્ર્ય નિર્માણ દ્વારા શિક્ષણમાં ક્રાંતિધ્યેયને કેન્દ્રમાં રાખીને આનંદાલય સક્રિય છે. શિક્ષણમાં ગુણવત્તા આનંદાલયનો મહત્વપૂર્ણ પ્રક્લ્પ છે. પ્રકલ્પ અંતર્ગત આનંદાલય IES લાવવાના ઉમદા હેતુ માટે સક્રિય થવા જઈ રહ્યું છે. આનંદાલયે અભિયાન 05 સપ્ટેમ્બર 2021થી શરૂ કર્યું છે. અભિયાન અંતર્ગત IES લાવવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી દેશવ્યાપી જાગૃતિ લાવવાનો પ્રયાસ છે.                 

 શિક્ષણ સમગ્ર વિકાસનો આધાર છે. શિક્ષણ થકી રાષ્ટ્રની ઉન્નતિ સંભવ છે. બાળક સ્વવિકાસ માટે  પંદરથી સત્તર વર્ષ પ્રવર્તમાન શિક્ષણ માળખામાં પોતાની જાતને સમર્પિત કરી દે છે. શિક્ષણતંત્ર કેળવણીની પ્રક્રિયા બનાવે છે અને તેનું અમલીકરણ કરે છે. આજે 75 વર્ષના પ્રયોગો પછી પણ વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ શક્ય બન્યો નથી. તેના મૂળ કારણની તપાસ કરવી અત્યંત અનિવાર્ય છે.

સમગ્ર દેશના વહીવટતંત્રને વિવિધ વિભાગોમાં વિભાજિત કરેલ છે, સમગ્ર વહીવટતંત્રને કેન્દ્ર અને રાજ્ય સ્તરે સુવ્યવસ્થિત ચલાવવા માટે સનદી અધિકારીઓની નિમણૂંક થાય છે. જેઓ નિર્ધારિત કરેલ નીતિઓ અને યોજનાઓને ઘડવાનું અને તેને અમલીકરણ કરવાનું કામ કરે છે. ભારત દેશમાં વિવિધ વહીવટી વિભાગો સાથે સંકળાયેલી 24 જેટલી સેવાઓ માટે અલગ અલગ પ્રકારના સનદી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે છે. જેની નિમણૂક યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કરવામાં આવે છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા વિવિધ વહીવટી વિભાગો માટે જે સેવાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે Indian Administrative Service (IAS), Indian Police Service (IPS),  Indian Foreign Service (IFS), Indian Revenue Service (IRS), IDAS, IOFS, IDAS, IRTS, IRAS, IPS, IOFS, ICFS, RPF, ITS, AFHCS, IA&AS, DANIPS, PCS, PPS વગેરે વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે ફક્ત શિક્ષણ વિભાગ સિવાય.

જે રીતે રાજદ્વારી સંબંધો માટે IFS છે, માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે IIS છે, તેવી રીતે શિક્ષણ વિભાગ માટે IES હોવું અત્યંત આવશ્યક છે.

ભારત દેશનું ભાવિ તેના શિક્ષણ પર નિર્ધારિત છે. દેશની મહત્વપૂર્ણ સેવાની એક જવાબદારી શિક્ષણ પણ છે. કોઈપણ દેશનું ભવિષ્ય તેના આજના શિક્ષણ પર આધારિત હોય છે. ખરેખર શિક્ષણ ખૂબજ મહત્વપૂર્ણ સેવાઓમાંની એક સેવા હોવા છતાં પણ આજદિન સુધી દેશની મહત્વપૂર્ણ સનદી સેવાઓમાં શિક્ષણને કેમ કોઈ સ્થાન નથી ? જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?

શિક્ષણ વિભાગ પોતાના IES હોવાને લીધે IAS અધિકારીઓ દ્વારા શિક્ષણનું વહીવટતંત્ર ચલાવવું પડે છે. અધિકારીઓ શિક્ષણ સિવાયના અન્ય વહીવટી વિભાગો સાથે સંકળાયેલા હોય છે. કલેકટર, કમિશનર અથવા કોઈ અન્ય વિભાગના જે વહીવટ કર્તા હોય છે. ( જનરલ વિભાગ, સિંચાઈ વિભાગ, અન્ન પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, રોજગાર વિભાગ, આરોગ્ય વિભાગ) તે શિક્ષણનું વહીવટતંત્ર  સંભાળે છે. વળી પાછું તેમની બદલી થતાં તેઓને શિક્ષણ છોડી અન્ય વિભાગમાં મૂકવામાં આવે છે. આમ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ, વિશાળ અને ગહન ક્ષેત્રનું સંચાલન અન્ય વિભાગના વહીવટી અધિકારી સંભાળે છે. હજુ તેમની ચાંચ ડૂબે નહીં કે તરત તેની બદલી થઈ જાય છે અને નવા અધિકારી આવે છે. વ્યક્તિ ઘડતર સાથે જોડાયેલા કેળવણીના અતિ આવશ્યક ક્ષેત્રને સમજવા લાંબો સમય લાગે છે. વિશાળ ક્ષેત્રનું સંચાલન નવા આગંતુક અન્ય વિભાગમાંથી બદલી થઈને આવેલા અધિકારી જે માત્ર ત્રણ કે પાંચ વર્ષ માટે રહે છે, શું તે શિક્ષણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીને ન્યાય આપી શકે ખરાં ? યક્ષ પ્રશ્ન છે.

ભારતીય શિક્ષણ પદ્ધતિ યુગોથી ચાલતી આવે છે. વૈદિકકાળથી ઋષિઓમહર્ષિ દ્વારા નિર્મિત ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિ વિશ્વવિખ્યાત હતી. ભારતમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ હતી. ભારતમાં વિશ્વભરના વિદ્યાર્થીઓ જ્ઞાનાર્જન માટે આવતા હતા. ભારત વિશ્વ ગુરુ એટલા માટે હતો કે અહીંયાં જ્ઞાનની ઉપાસના થતી હતી. જ્ઞાન પરંપરાના અભ્યાસુઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને કેળવણીકારો (IES)ને શિક્ષણની ધુરા સોંપવામાં આવે તો આજે શિક્ષણ જે હાંસીપાત્ર બનીને હાંસિયામાં ધકેલાઈ ગયું છે તે ફરી મુખ્ય ધારામાં આવી શકે. આથી IAS, IPS અને અન્ય સદની સેવાઓની જેમ શિક્ષણ માટે પણ IES – ‘Indian Education Service’નું સ્થાન હોવું જોઈએ.

ભારતના શિક્ષણના વહીવટતંત્ર માટે એક અલગ કેડર અસ્તિત્વમાં આવે. જેનો અધિકારી શિક્ષણના મૂળનો જાણકાર હોય, શિક્ષણતંત્રથી પૂરેપૂરો પરિચિત હોય, જે વિવિધ રાજ્ય અને અન્ય દેશોના શિક્ષણના સિદ્ધાંતોને જાણનારો હોય. તે કુશળ વહીવટકર્તા હોવાની સાથે જીવંત અને સંવેદનશીલ અમલદાર પણ હોય. રીતે શિક્ષણ માટે પોતાનો અધિકારી પોતાના ક્ષેત્રનો જાણકાર પ્રાપ્ત થાય, જે ભારતનાં શિક્ષણને સમજી શકે અને સુદ્રઢ સ્વરૂપ આપી શકે

 દેશના મહત્વપૂર્ણ વિષય શિક્ષણના વહીવટતંત્રના સુચારુ સંચાલન માટે માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલી સનદી સેવા (Civil Service)ને વ્યાખ્યાયિત કરી તેને અસ્તિત્વમાં લાવવામાં આવે. આમ સેવા માટે IES (ભારતીય શિક્ષણ સેવા) દાખલ કરવાની તાતી જરૂરિયાત જણાય છે.

આનંદાલયની સ્પષ્ટ માગણીઓ :-

(01) ‘IES’ને All India Civil Service માં સ્થાન આપવામાં આવે.

(02) IES’ની પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે જેનો અભ્યાસક્રમ માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલો હોય. જેથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનું ચયન થાય.

(03) દસ વર્ષનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ હોવો જરૂરી રહે. UPSC પરીક્ષા પાસ કર્યા પછી બે વર્ષની સઘન તાલીમ અનિવાર્ય હોવી જોઈએ.

(04) દેશના અને રાજ્યના શિક્ષણ વિભાગના તમામ એકમોમાં IES અધિકારીઓની નિમણૂંક આપવામાં આવે. IES અધિકારીઓની બદલી માત્ર ને માત્ર શિક્ષણ વિભાગમાં થાય. તે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા રહે તે ઈચ્છનીય છે કેમકે તેના અનુભવોનો લાભ અન્ય રાજ્યને કે અન્ય શિક્ષણ વિભાગને આપી શકે.

———–

( શિક્ષણ વિભાગનું વહિવટીતંત્ર શિક્ષણના અધિકારીને સોંપો – IES લાવો. ) 

( शिक्षा विभाग के प्रशासनिक तंत्र को शिक्षा विभाग के अधिकारी को सौंपे – IES लाएं। )

(Assign administration of Education to the officers of Education only-Bring IES.)

(शिक्षा मांगे अपनी सेवा, भारतीय शिक्षा सेवा

शिक्षा तंत्र की एक ही मांग, हमे चाहिए  IES)

————–

अभियान : शिक्षा मांगे अपना IES

નીચે આપેલ કાર્યોમાંથી વધુમાં વધુ કાર્યો કરીને અભિયાનમાં સહભાગી બન્યાનું ગૌરવ મેળવીએ.

01) દર મહિનાની 05 તારીખે #IES હૅશટૅગ સાથે ટ્વિટ કરીએ અને વધુમાં વધુ લોકોને કરાવીએ.

02) દર મહિને ઓછામાં ઓછો એક લેખ લખીને પ્રકાશિત કરીએ. પ્રકાશિત થયેલો લેખ જિલ્લા પ્રતિનિધિને, આનંદાલય વોટ્સએપ ગ્રુપમાં કે anandalaya21@gmail.com પર મોકલી આપીએ.

03) જિલ્લાના જાગૃત સામાજિકોને સાથે રાખીને મહિનામાં એક વખત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીએ. (પ્રતિ પ્રધાનમંત્રી) મિડિયા સાથે.

04) હસ્તાક્ષર અભિયાનમાં સહભાગી બનીએ. વધુમાં વધુ લોકોને જોડીએ. આ માટેનું અભિયાન સમયાન્તરે શરૂ કરવામાં આવશે.

05) મહિનામાં એક વખત પોતાનો વિડિયો બનાવી સોસિયલ મિડિયામાં પ્રચાર કરીએ.

06) સ્થાનિક આગેવાનો, નેતાઓ, સંતો અને પ્રસિદ્ધ લોકોનો વિડિયો બનાવી સોસિયલ મિડિયામાં પ્રચાર કરીએ.

07) મહિનામાં એક વખત સંસ્થાઓના અને નેતાઓના લેટરપેડ ઉપર પ્રધાનમંત્રીને રજૂઆત મોકલીએ.

08) મહિનામાં એક વખત મીડિયા સાથે સ્કૂલ અને કોલેજ રેલી કાઢે.

09) કેળવણીકાર, આગેવાન કે સામાજિક સેવકનું મહિનામાં એક વખત મોબાઈલ ઇન્ટરવ્યૂ લઈ સોસિયલ મિડિયામાં પ્રચાર કરે.

10) મહિનામાં એક વખત સ્થાનિક ચેનલ પર ડિબેટ યોજવી.

11) દર મહિને વડાપ્રધાને દરેક મનકી બાતના સજેશનમાં આ મુદ્દાને મોકલવો.

12) મહિનામાં એક જાહેર પ્રવચન યોજવું તેમાં મિડિયાને બોલાવવા.

13) ફેસબુક, વોટ્સએપ અને ઈન્ટાગ્રામમાં દરરોજ સ્ટેટ્સ મુકીએ.

14) મહિનામાં પાંચ મિત્રોનો સંપર્ક કરને અભિયાનમાં પ્રવૃત્ત કરીએ.

15) મહિનામાં એક વખત નગરના જાગૃત સામાજિકો સાથે બેઠક કરીએ.

16) મહિનામાં એક વખત પોતાના મનોભાવો અને પોતાના દ્વારા કે સમૂહ દ્વારા થતી IES ગતિવિધિઓને PMOમાં મેઈલ કરીએ. narendramodi1234@gmail.com
connect@mygov.nic.in

17) સ્થાનિક સ્તરે વ્યક્તિગત કે સામૂહિક રચનાત્મક કાર્યો કરી શકાય છે.

આપના સૂચનો અને આ સંદર્ભમાં આપના દ્વારા ચાલતી ગતિવિધિઓ contactandalaya@gmail.com મેઈલ પર મોકલશો.